ખેડૂતો પોતાની ઉપજ પર જ નિર્ભર ન રહી વીજળી વેચાણથી ડબલ આવક ઉભી કરી શકશે: ચેતન રામાણી
ખેડૂતોની જમીનને બિનખેતી કર્યા વગર જમીનને બહુહેતુક સમજી સોલાર ફાર્મ ઉભુ કરવા રાજય સરકાર રાથસ્થાન અને મહારાષ્ટ્રની સોલાર પોલીસી અપનાવે જેથી ખેડુતો પોતાની ઉપજ પર જ નિર્ભર ન રહી વીજળી વેચાણ થકી ડબલ આવક ઉભી કરી શકશે તેમ રાજકોટ જીલ્લા ભાજપના ઉપપ્રમુખ ચેતન રામાણીએ જણાવાયું છે.
ચેતન રામાણીએ મુખ્યમંત્રીને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે ગુજરાત સરકારી સોલર પાવર જનરેશન અંતર્ગત ફાર્મ બનાવી, વિજળી ઉત્પન્ન કરવા માંગતા વ્યકિતએ ખેતીની જમીનો અનેક ગણો ઉપયોગ કરીને જમીન ઉપર સોલાર ફાર્મ બનાવવાં મંજુરી મળે છે. જે રાજયના ૩ પાડોશી રાજયો જેવા રાજસ્થાન તેમજ મહારાષ્ટ્ર સરકાર દ્વારા સોલાર પોલીસી અંતર્ગત ખેતીની જમીનને બહુ હેતુક ગણી જમીન પર ખેડુતો પાક વાવી તેની ઉપર સોલાર પેનલ ફીટ કરાવીને મોટી કંપનીઓને સોલાર પેનલ માટે જમીન ભાડે આપી આવી રીતે તેઓની આવકના સ્ત્રોત મા વધારો કરવા તેમજ ડબલ ઇન્કમ થશે તેવું માની સોલાર ફાર્મ ઉભા કરવાની પરમીશન આપવામાં આવેલ છે. ત્યારે રાજયના ખેડુતોને માત્ર પાકના ઉત્૫ાદનના વળતરમ) જ સભર ન રહેવું પડે તેમજ ખેતીમાં વિજળી જેવા પણ પ્રશ્ર્નોનો હલ આવી જશે અને તે લોકોને વિજળી ૨૪+૭ સોલાર પાવનથી મળતી રહેશે તેમજ અનેક ફાયદાઓ થશે જેમ કે જયા મઘ્યમ અથવા હળવો વરસાદ પડે છે તેવા વિસ્તારમાં ખેડુતો માત્ર ચોમાસાની વરસાદની સીઝનમાં ત્રણથી ચાર માસ પાક લે છે અને બાકીના ઉનાળા-શિયાળાના સમયે જમીન પડતર રહે છે આ સમયમાં પણ સોલાર પાવર ના ઉત્પાદનથી ખેડુતને વિજળી ના વેચાણથી આવક મળી રહે.
સોલાર ફાર્મ આયોજન સમયે સોલાર પેનલનો નિયત ગાળામાં ફીટીંગ કરવામાં આવે તો સોલારમાં વપરાશ થતી જમીન પૈકીની ૯૦ ટકા જમીન ઉપર બારે માસ શાકભાજી તેમજ અન્ય જણસીની ખેતી કરી શકાય તેમજ સોલાર પેનલ ના કલીનીંગ માટે વપરાતું પાણી પણ પિયતમાં વાપરી શકાય છે.
સોલાર પાવર ઉત્પન્ન કરવા જમીન પર ગ્રાઉન્ડ લેવલ ફાઉન્ડેશન ભરી ર થી ર.૫ મીટરની ઊંચાઇ પર ટેમ્પરરી લોખંડનું સ્ટ્રકચર ઉભા કરવામાં આવે છે. ફીટીંગ કરવામાં આવતા સોલાર પેનલની આયુષ્ય આશરે રપ થી ૩૦ વર્ષની હોય છે. જયારે ખેતીની જમીનને કાયમી માટે બહુ હેતુક મા રુપાંતર કરવામાં આવે તો એના કારણે કાયમી ધોરણે ખેતીની જમીનના મૂલ્યો વઘે છે અને ખેતી કરવા આજની પેઢી પ્રોત્સાહીત કરી નવી દિશાઓને વેગ મળશે.