૩૦ કિલોની ભરતીવાળી મગફળીની ખરીદી માર્કેટીંગ યાર્ડ દ્વારા કરાતી ન હોવાનો પણ આક્ષેપ

ગુજરાત રાજયમાં ભાજપ સરકાર અને તેના મુખ્યમંત્રી ખેડુતો પ્રત્યેની નીતિ ખોરા ટોપરા સમાન ગણાવી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપલેટા-ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ આકરી ભાષામાં ઝાટકણી કાઢી એક પત્ર રાજયના મુખ્યમંત્રીને હાલમાં મગફળી ખરીદી વિશે પાઠવ્યો છે.8 10

ઉપલેટા-ધોરાજીના ધારાસભ્ય લલિતભાઈ વસોયાએ પત્રકારો સમક્ષ રાજયમાં ભાજપની સરકાર અને તેના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઝાટકણી કાઢતા જણાવેલ કે, રાજયના લાખો ખેડુતો આજે પોતાના વિવિધ પ્રશ્ર્નો અંગે અનેક વખત રજુઆતો કરી ચુકયા છે. ચુંટાયેલા પ્રતિનિધિઓ પણ અનેક વખત ખેડુતોના પ્રશ્ર્ને વિધાનસભા ગજાવી છે પણ આ સરકાર કોઈનો અવાજ સાંભળવા તૈયાર નથી અને જો કોઈ પક્ષ, સંસ્થા કે સમાજ આંદોલન કરે તો તેને સામ-દામ-દંડની નીતિ અપનાવી દબાવી દઈ તેની ઉપર કિન્નાખોરી રાખી તેના અવાજો દબાવી દેવાના પ્રયાસો અનેક વખત કર્યા છે. ગત વર્ષે રાજકોટ-ગોંડલ-શાપરના ગોડાઉનોમાં ૨૦ કરોડ રૂપિયાની મગફળી ભાજપના મળતીયાઓ દ્વારા સળગાવી તેમાં કરોડોની મગફળી બારોબાર વેચી મગફળીના બદલે તેમાં માટીના ઢેકા નાખી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોવા છતાં આ ભાજપના મળતિયાઓ આજે જેલની બદલે પોતાના મહેલમાં આરામ કરી રહ્યા છે ત્યારે રાજયની ભાજપ સરકારે ખેડુતોના હિતની વાત કરવારને બદલે સરકારના દલાલોની વાત માની રહી છે.

PhotoGrid 1542561925728વધુમાં લલિત વસોયાએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉપર સીધો પ્રહાર કરતા જણાવેલ કે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ થોડાક દિવસ પહેલા મારા મત વિસ્તારના ફરેણી ગામે એક ધાર્મિક ઉત્સવમાં આવી ભગવાનના સાક્ષીએ ખેડુતોના હિતની વાત કરતા જણાવેલ કે ઓણસાલ ખુબ જ ઓછો વરસાદ રાજયના અનેક ભાગોમાં થયો છે તેને કારણે ખેડુતોના પાકમાં ગુણવતા ઓછી હોવા છતાં રાજયની ભાજપ સરકારે ખેડુતો પ્રત્યે મન મોટુ રાખી મગફળી ખરીદી કેન્દ્રો ઉપર કોથળામાં ૩૫ કિલોને બદલે ૩૦ કિલોની ભરતીવાળી મગફળી ખરીદી લઈ ખેડુતો ધ્યાન રાખશે. આ વાતને આજે આઠ દિવસ જેટલો સમય થઈ ગયો છે ખુદ ગુજરાત રાજયના જવાબદાર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પોતે બોલે છે છતાં આજે ધોરાજી-ઉપલેટા-જામકંડોરણા સહિત રાજયના વિવિધ યાર્ડમાં ૩૦ કિલો વજનને બદલે ૩૫ કિલોની ભરતીવાળી મગફળી રાજય સરકારના અધિકારીઓ ખરીદી રહ્યા છે. આનો ઠેક-ઠેકાણે વિરોધ ખેડુતો કરી રહ્યા છે છતાં ભાજપના આગેવાનો કોઈ તાલુકા કે જીલ્લામાંથી સરકાર સમક્ષ રજુઆત કરતા નથી આનો અર્થ એ થયો કે રાજયમાં તાનાશાહી સરકારમાં બેઠેલા જવાબદાર લોકોની સામે કોઈ બોલી શકતું નથી અને ખુદ મુખ્યમંત્રી બોલે છે તેઓનું પાલન પણ કરતા નથી આનો સીધો અર્થ એ થયો કે રાજયની ભાજપ સરકાર અને તેના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ખેડુતોને મુર્ખ બનાવી રહ્યા છે અને ખેડુતોની મજબુરીનો લાભ ઉઠાવી રહ્યા છે.

વધુમાં લલિત વસોયાએ જણાવેલ કે, મારા મત વિસ્તારના ધોરાજી-ઉપલેટાના યાર્ડમાં ખેડુતો દ્વારા ૩૦ કિલોની ભરતીવાળી મગફળી યાર્ડ લઈ આવે છે તો તેની મગફળીની ખરીદી અધિકારીઓ કરતા નથી. ખેડુતોને વાહન ભાડુ અને મજુરીનો ખર્ચ પણ માથે પડશે આને કારણે ખેડુતો પોતાની મગફળી નાછુટકે ખાનગી વેપારીઓને પાણીના ભાવે વહેંચીં રહ્યા છે. રાજયના ભાજપ સરકાર અને રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ખેડુતો પ્રત્યેની નીતિ ખોરા ટોપરા સમાન ગણાવી હાલમાં જે મગફળી ખરીદી ચાલી રહી છે તેના વિશે વિગતવાર એક પત્ર વિજયભાઈ રૂપાણીને પાઠવી તાત્કાલિક ધોરણે ભગવાનના ધામમાં બોલેલા શબ્દો યાદ દેવડાવી ખેડુતો અને પ્રજા પાસે ખોટું બોલો તો કોઈ વાંધો નથી પણ ભગવાનની સાક્ષીએ બોલેલું વચન પાળી ખેડુતોના હિતને ધ્યાનમાં રાખી ૩૫ કિલોને બદલે ૩૦ કિલો ભરતીની ખરીદી કરી ખેડુતોને ન્યાય આપવા પત્રમાં માંગણી કરાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.