નાયબ મુખ્યમંત્રી અને નાણા મંત્રી નીતિનભાઇ પટેલે નાણા વિભાગની રૂ.૫૮૦૭૪ ની અંદાજપત્રીય માંગણીઓ રજુ કરતાં કહયું કે, આ વર્ષનું અંદાજપત્ર રૂ.૨,૦૪,૮૧૫ કરોડનું છે કે જેમાં ૨૮૫ કરોડની એકંદર પુરાંત તથા રૂ.૨૮૭૪ કરોડની મહેસૂલી પુરાંત દર્શાવાઇ છે તેમાં વિકાસલક્ષી ખર્ચ ૫૫ % ની ફાળવણી માત્ર સામાજીક સેવાઓ માટે કરાઇ છે. રાજ્યનું દેવુ નિયમ અનુસારની મર્યાદામાં રહે છે.
રાજ્ય સરકારની નીતિના પરિણામે જી.એસ.ડી.પી.ની સાપેક્ષમાં દેવાનું પ્રમાણ ઉત્તરોત્તર ઘટતુ રહ્યું છે. રાજ્ય સરકારે દેવાની ચુકવણીમાં ક્યારેય ચૂકી નથી. રાજ્ય સરકારના નાણાકીય શિસ્તના પરિણામે દેવુ, રાજ્યનું એકંદરે ઘરગથ્થુ ઉત્પાદન તથા જાહેર દેવા પર વ્યાજની ચુકવણી સામે મહેસૂલી આવકનું પ્રમાણ સારી રીતે જળવાઇ રહ્યું છે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને દૂર દેશથી સારા સમાચાર મળે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો, વિશેષ પ્રતિભા કેળવી શકો.
- જાણો કેટલા કિલોમીટર પછી તમારે કાર સર્વિસ કરાવવી જોઈએ
- દૂર-દૂરથી લોકો આવે છે આ કિલ્લાને ચંપલથી મારવા, રાજાને શા માટે સજા?
- Sabarkantha : વિજયનગર ખાતે જનજાતિય ગૌરવ દિવસની કરાઈ ઉજવણી
- દાહોદ : પાંચવાડા ગામના પાંચ પરિવારની હિન્દુ ધર્મમાં ઘર વાપસી
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શનિવારે મુંબઈના ચૂંટણી પ્રવાસે જશે
- કંકુ છાંટી લખી કંકોત્રી: લગ્નસરાની સીઝનને પોંખવા બજાર ઉત્સાહિત
- ગોધરા: મોર ઉંડારા ગ્રામ પંચાયતમાં વિકાસના કામોમાં ગેરરીતિ આચરનાર બે કર્મચારીને ફરજ મોકૂફ કરાયા