- ચીની બનાવટના મશીનો ખરીદી રાજય સરકારે ચાઇનાને કરોડોની લ્હાણી કરી આપી: કોંગ્રેસ
- ચાઇનાથી કરવામાં આવેલી ખરીદી રદ કરવા માંગ: શહેર કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ યોજાઇ
અબતક, રાજકોટ
ગઇકાલે ગુજરાત સરકારે ચીની બનાવટના, માંઇન્ડરે કંપનીના મશીનો, ગુજરાતની વિવિધ હોસ્પિટલો માટે ખરીર્યા છે. આ મશીનરી ખરીદી પાછળ, મશીન દીઠ ૧.૨૫ કરોડ ચૂકવણા છે. આમ રાજય સરકારે ચાઇનાનો કરોડોની લાણી કરી આપી હોવાનુ કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદમાં જણાવાયુ હતું.સરકારે માત્ર ચીનના મશીનો નથી ખરીધ્યા પરંતુ આ મશીનમાં વપરાતા કેમીકલ પણ આવતા પાંચ વર્ષ સુધી ખરીદવાનો નિર્ણય કર્યો છે. આ કેમીકલની પ્રતિ દર્દી દીઠ રૂ.૩૦ની કિંમત આવે છે. શહેરમાં રોજના ૫૦૦ ટેસ્ટ થાય તો રૂ.૧૫,૦૦૦ દરેક દિવસના ચીનામાં જશે. એક હોસ્પિટલમાંથી ચીનમાં જતા રૂપિયાનો વાર્ષિક અંદાજ રૂ.૪૫ લાખ રૂપિયા ચીનમાં જશે. આવા ૨૪ મશીન મુકતા, રૂ.૧૧.૨૫ કરોડ દર વર્ષે અને પાંચ વર્ષના અંતે અંદાજીત રૂ.૫૭ કરોડ રૂપિયા કરતા વધારે રૂપિયા ચાઇના જશે. આમ ગુજરાત સરકારે ચાઇનાને કરોડો રૂપિયાની લાણી કરી આપી છે.ભારતીય જનતા પાર્ટીના ચાવવાના અને બતાવવાના દાંત જૂદા છે. સોશ્યલ મીડીયામાં ચાઇનાનો બહિષ્કાર કરવાનો કાગારોળ કરતા, આ પક્ષે ચાઇનાનો કરોડો રૂપિયાનો ફાયદો કરી આપ્યો છે.ગઇકાલે પ્રેસ કોન્ફરન્સમાં નીતીનભાઇ પટેલે, મશીન કયાંથી આવ્યા, કોણે ખરીદયા, આ બાબતે અજ્ઞાનતા દર્શાવી છે. ‘હુ કશુ જાણતો નથી’ એવું નિવેદન આપ્યું છે. મારો ત્યારે સીધો પ્રશ્ર્નએ છે કે, આપ જાણતા નથી, તો સરકાર કોણ ચલાવે છે? આત્મનિર્ભર અને એક ઇન ઇન્ડિયાના નારા પોકારતા વડાપ્રધાન ચાઇનાના મશીનોની અને કેમીકલની ખરીદી માટે તાત્કાલીક ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી સામે પગલા ભરવા જોઇએ અને તેમને મંત્રી મંડળમાંથી દુર કરવા જોઇએ. તેમ આજરોજ મળેલી પ્રેસ કોન્ફરન્સમાં અશોક ઠાંગર, મહેશ રાજપૂત, જે.આર. અને મુકેશ ચાવડાએ જણાવ્યુ હતુ.