મુખ્યમંત્રીએ જામનગર સિવિલ હોસ્પિટલના સ્વાઇનફ્લુ વોર્ડની મુલાકાત લીધી
જામનગર ખાતે સિવિલ હોસ્પિટલ સ્વાઇન્ફલુ વોર્ડની મુલાકાત લેવા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, સ્વાઇનફ્લુ રોગી ગભરાવવાની જરૂર ની પરંતુ સજાગ રહેવું જરૂરી છે. રાજય સરકાર પાસે પુરતો દવાનો સ્ટોક હાજર છે. ઇમરજન્સી સેવા મળી રહે તે માટે હોસ્પિટલમાં પુરતી સાઘન સુવિધા ઉભી કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.
હોસ્પિટલની મુલાકાત દરમ્યાન મુખ્યમંત્રીએ દર્દીઓના સગા સંબંધી સો વાતચીત કરી સારવારની પૂરતી કાળજી રાખવાની ખાત્રી આપી હતી. વિશેષમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વહિવટી તંત્ર દ્વારા ઘરે-ઘરે જઇ સ્વાઇનફ્લુ અંગે સર્વેલન્સ કરાવવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ હોસ્પિટલના ડો. નંદિનીબેન દેસાઇ પાસેી સ્વાઇનફ્લુ વોર્ડ અંગે માહિતી મેળવી હતી તેમજ જરૂરી સુચન કર્યા હતા.
હાલ સ્વાઇનફ્લુ વોર્ડમાં ૨૩ દર્દિઓ સારવાર હેઠળ છે. જેમા ૨૧ દર્દિઓને સ્વાઇનફ્લુ પોઝીટીવ આવેલ છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની સિવિલ હોસ્પિટલ ખાતે મુલાકાત દરમ્યાન ઉર્જા અને કૃષિ મંત્રી ચિમનભાઇ શાપરિયા તેમજ સાંસદ પૂનમબેન માડમ, કલેકટર આર.જે.માકડિયા, જિલ્લા વિકાસ અધિકારી મુકેશ પંડયા, કમિશ્નર બારડ જોડાયા હતા.