સુત્રાપાડા તાલુકાના પ્રાંચી ખાતે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અને ખેતીવાડી વિભાગની નવી યોજનાઓની ખેડૂતોને માર્ગદર્શન મળી રહે તેમજ આત્મનિર્ભર ભારત અંતર્ગત ખેડૂતોને મદદરૂપ વાના હેતુી સુત્રાપાડા તાલુકાના પ્રાચી ખાતે કારડીયા રાજપુત ધર્માલયમાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો. રાજ્ય બીજ નિગમનાં ચેરમેન રાજશીભાઇ જોટવાના અધ્યક્ષસને યોજાનાર આ કાર્યક્રમમાં વેરાવળ, સુત્રાપાડા અને તાલાળા કલ્સટર તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં  જોટવાએ જણાવ્યું હતું કે, ધરતી પુત્રના સમગ્ર વિકાસ માટે અને ખેડૂત કલ્યાણના સુત્રને સાચા ર્અમાં સાકાર કરવા રાજ્ય સરકાર કટિબધ્ધ છે. માન.મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના લાખો કિસાનોના વ્યાપક હિતમાં આ યોજનાની જાહેરાત કરી છે. ખેતીમાં ખાસ કરીને ખરીફ ઋતુમાં વરસાદની અનિયમિતતા ખેડૂતોને ર્આકિ નુકશાન કરનાર પરિબળ છે. આવા કુરદતી આપત્તિમાં ખેડૂતોને તા પાક નુકશાન સામે ખેડૂતોને સરળતાી લાભ આપવા અને તમામ પાક અને સમગ્ર રાજ્યના વિસ્તારોને આવરી લે તેવી યોજના અમલમાં મુકવા સરકારએ નિર્ણય કર્યો છે. તેમ જણાવી તેઓએ ખેતીવાડી ક્ષેત્રે નવી યોજનાઓનો મહત્તમ લાભ લેવા ઉપસ્તિ ખેડૂતોને અનુરોધ કર્યો હતો. જિલ્લા વિકાસ અધિકારી ધર્મેન્દ્રસિંહ રહેવરે પણ આ યોજનાની વિસ્તૃત જાણકારી આપી અને જણાવ્યું હતું કે, આ યોજનાનો લાભ રાજ્યના તમામ ખેડૂતોને આ વર્ષની ખરીફ સિઝન માટે તેમના દરેક પાક માટે મળવાનો છે.

MUKHYAMANTRI KISHAN SAHAY YOJNA PROGRAME 28 08 2020 1

સંયુક્ત ખેતી નિયામક, જુનાગઢ વિભાગ ડી.બી.ગજેરા અને જિલ્લા ખેતીવાડી અધિકારી એસ.બી.વાઘમશીએ મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની વિસ્તૃત જાણકારી અને ખેતીવાડી ક્ષેત્રે નવી યોજનાઓની વિસ્તૃત જાણકારી આપી હતી. જેમાં દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી, જીવામૃત બનાવવા કીટ માટે સહાય, કિસાન પરિવહન યોજના, ખેડૂતો અને ખેત મજુરો માટે સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટ યોજના, મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર સહિતની યોજનાઓની વિસ્તૃત જાણકારી આપી ખેડૂતોને માહિતગાર કર્યા હતા.

આ તકે અગ્રણીય માનસિંગભાઇ પરમાર, ધીરૂભાઇ સોલંકી, રામભાઇ વાઢેર, જગમાલભાઇ, હરીભાઇ, હરદાસભાઇ સોલંકી, ભગવાનભાઇ બારડ, પ્રતાપભાઇ પરમાર, જગમાલભાઇ, બસુભાઇ મેર, ભગવાનભાઇ ખુંટડ, ગોવિંદભાઇ મેર, નાયબ પશુપાલન નિયામક પટેલ, મદદનીશ ખેતી નિયામક વિનય પરમાર સહિત ખેડૂતો ઉપસ્તિ રહ્યા હતા. સંપૂર્ણ કાર્યક્રમ આત્મા યોજના દ્વારા યેલ જેમાં શાબ્દીક સ્વાગત નાયબ ખેતી નિયામક પરસાણીયા કેતન અને આભારવિધિ હરીભાઇ બારડે કરી હતી તેમજ કાર્યક્રમનું સંચાલન મદદનીશ ખેતી નિયામક જૂનાગઢ  નિશાંત ચૈાહાણે કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.