મુખ્યમંત્રીના હસ્તે ભાવનગર મહાનગરપાલિકાના કુલ ૨૫૫ કરોડથી વધુના વિકાસ કામોનું ઈ-લોકાર્પણ તેમજ ઈ-ખાતમુહૂર્ત કરાયું

કોરોના મહામારીના કપરાકાળમાં લોકોને ઉત્તમ સુવિધા મળી રહે તે હેતુથી વિકાસ કામોના ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમુર્હૂત થકી ગુજરાતને ઉત્તમથી સર્વોત્તમ બનાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. જેના ભાગરૂપે આજે ભાવનગર શહેરની જનતા માટે રૂ. ૨૫૫ કરોડથી વધુના ખર્ચે વિવિધ વિકાસ કામોનું ઇ-લોકાર્પણ તેમજ ઇ-ખાતમુર્હૂત કરવામાં આવ્યું છે તેમ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી જણાવ્યું હતું.

ગાંધીનગરથી મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી હસ્તે ભાવનગર મહાનગરપાલિકાના રૂ. ૨૫૫ કરોડથી વધુના વિવિધ વિકાસ કામોનું ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમુર્હૂત કરવામાં આવ્યું હતું. જેમાં રૂ. ૧૦.૫૩ કરોડના ખર્ચે ગંગાજળિયા તળાવ ડેવલપમેન્ટનું કામ, રૂ. ૩ કરોડના ખર્ચે રૂવા અર્બન કોમ્યુનિટી હોલ સેન્ટર, રૂ. ૮૬ લાખના ખર્ચે આનંદનગર પ્રાઇમરી હેલ્થ સેન્ટર તેમજ રૂ. ૮૪ લાખના ખર્ચે તરસમિયા પ્રાઇમરી હેલ્થ સેન્ટર એમ કુલ રૂ. ૧૫.૨૩ કરોડના વિવિધ વિકાસ કામોનું ઇ-લોકાર્પણ તેમજ રૂ. ૧૧૬ કરોડના ફ્લાય ઓવરબ્રિજ, રૂ. ૧૨૦ કરોડના ખર્ચે ૧૨૫૨ ઊ.ઠ.જ પ્રધાનમંત્રી આવાસ યોજનાના કામ તેમજ રૂ. ૪.૩૮ કરોડના ખર્ચે ૮૦ ઊ.ઠ.જ પ્રધાનમંત્રી  આવાસ યોજના એમ કુલ રૂ. ૨૪૦.૩૮ કરોડના પ્રજાલક્ષી વિકાસ કામોનું ઇ-ખાતમુર્હૂત કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રીશ્ર વિજયભાઇ રૂપાણીએ ભાવનગર મહાનગરપાલિકાના પદાધિકારી અને અધિકારીને આ વિકાસ કામો બદલ અભિનંદન આપતાં જણાવ્યું હતું કે, ભાવનગરે ભાવસિંહજી અને કૃષ્ણકુમારસિંહજી જેવા પ્રજાવત્સલ રાજવી તો પ્રભાશંકર પટ્ટણી જેવા કુશળ પ્રશાસક જોયા છે. કૃષ્ણકુમારસિંહજી જેમણે પળનોય વિલંબ કર્યા વગર પોતાનું રજવાડું સૌપ્રથમ વખત આઝાદ રાષ્ટ્રને સમર્પિત કરી દીધુ. પ્રભાશંકર પટ્ટણી જેમણે ભાવનગર સ્ટેટને શિક્ષણ અને સુશાસનના ક્ષેત્રે આગવું યોગદાન આપ્યું જે ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયું છે.

કોરોના મહામારીએ આપણી જીવન પદ્ધતિને બદલી નાખી છે આ કપરા સમયમાં પણ સંપૂર્ણ સાવચેતી સાથે ફિઝિકલ નહીં તો ડિજિટલના માધ્યમથી વિકાસ કામો આગળ વધારી રહ્યા છે. ગુજરાતમાં રાજ્ય સરકારના કોરોના સામેના સઘન પ્રયાસોથી રાજ્યમાં રિકવરી રેટ ૮૦ ટકા જેટલો થયો છે, મૃત્યુ દરમાં ઘટાડો થયો છે તેમજ ટેસ્ટિંગ વધારવાના કારણે કોરોના ઉપર નિયંત્રણ મેળવી શક્યા છીએ તેમ જણાવતાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, કોરોના મહામારી સમયે સુરતથી મોટા પ્રમાણમાં લોકોએ ભાવનગર સહિત સૌરાષ્ટ્રના વિવિધ શહેરોમાં સ્થળાંતર કર્યું હતું. આ છતાં પણ ભાવનગર મહાનગર પાલિકા અને જિલ્લા વહીવટી તંત્રની સજાગતાના કારણે કોરોના સંક્રમણ ઉપર કાબૂ મેળવી શકાયો છે. ગુજરાત સરકારની કોરોના સામેની વ્યુરચનાની ઠઇંઘ અને સુપ્રીમ કોર્ટે પણ નોંધ લીધી છે.

મુખ્યમંત્રી એ કહ્યું હતું કે, વર્તમાન સરકાર પારદર્શીતા, સંવેદનશીલતા, નિર્ણાયકતા અને ઝડપી નિર્ણય લેવાની દિશામાં કાર્ય કરી રહી છે. તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલ સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૦માં ૧થી ૧૦માં ગુજરાતના ચાર શહેરોનો સમાવેશ કરાયો છે. ગુજરાતના શહેરો વિશ્વના શહેરો સાથે સ્પર્ધા કરતાં થયા છે. વડાપ્રધાનશ્રીના નળ સે જલ યોજનાને સાકાર કરવા ભાવનગર મહાનગર પાલિકાની કામગીરી ખૂબ જ પ્રસંશનીય છે તેમ તેમને ઉમેર્યું હતું.

તેમને કહ્યું હતું કે, પ્રધાનમંત્રીના વર્ષ ૨૦૨૨ સુધીમાં તમામને ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કરવા ભાવનગર મહાનગર પાલિકાએ ખૂબ જ નોંધપાત્ર કામગીરી કરી છે. ભાવનગર ઇઝ ઓફ ડુંઇગ બિઝનેસની સાથે ઇઝ ઓફ લિવીંગ શહેર બને તે દિશામાં આગળ વધવા મુખ્યમંત્રી સૌને અનુરોધ કર્યો હતો.

ગાંધીનગરથી શિક્ષણ રાજ્ય મંત્રી વિભાવરીબેન દવેએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં ભાવનગર મહાનગરપાલિકાના ઇતિહાસમાં સૌપ્રથમવાર એક સાથે રૂ. ૨૫૫ કરોડના વિકાસ કામોનું ઇ-લોકાર્પણ તેમજ ઇ-ખાતમુર્હૂત કરવામાં આવ્યુ છે જે ભાવનગરની જનતા માટે ગૌરવ સમાન છે. વર્તમાન સરકારે લોકોના હિતમાં ૧૪૦૦ દિવસમાં ૧૫૦૦ લોક હિતના નિર્ણયો કર્યા છે. કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં પણ મુખ્યમંત્રી  અને નાયબ મુખ્યમંત્રી ના નેતૃત્વમાં ગુજરાત વિકાસની દિશામાં આગળ વધી રહ્યું છે. ભાવનગરમાં છેલ્લા ચાર વર્ષમાં ૧૦થી વધુ ઝઙ સ્કીમો મંજૂર કરીને વિકાસની નવી દિશા આપી છે તેમ જણાવી મંત્રીશ્રીએ ભાવનગરની જનતાને વિકાસ કાર્યો માટે શુભેચ્છાઓ આપી હતી.

ભાવનગરના ધારાસભ્ય જીતુભાઇ વાઘાણીએ, સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું હતું કે, આજે એક જ દિવસે ભાવનગર શહેરની જનતાને ઉત્તમ સુવિધા આપવાના હેતુથી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી હસ્તે રૂ. ૨૫૫ કરોડથી વધુના ખર્ચે વિકાસ કાર્યોની ભેટ આપવામાં આવી રહી છે. કોવિડ-૧૯ની સ્થિતિમાં પણ ગુજરાતનો વિકાસ અટકે નહી અને આરોગ્યલક્ષી સુવિધાઓ લોકો માટે સતત ઉપલબ્ધ થાય તેની ચિંતા વર્તમાન સરકારે કરી છે.

આ પ્રસંગે ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર  ગાંધીએ ભાવનગર ખાતેથી આભારવિધિ કરી હતી.

ભાવનગર ખાતે મેયર મનહરભાઇ મોરી, સાંસદઓ સહિત મહાનગરપાલિકા હોદ્દેદારો, કોર્પોરેટરો તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.