રાજ્યભરમાં રખડતા પશુઓના કારણે શહેરના રસ્તા ઉપર થતા અકસ્માતો નિવારવા માટેની બુલંદ માંગ વચ્ચે સરકાર પણ એક્શન મોડમાં આવી છે નગરો અને મહાનગરોમાં પ્રખરતા ઢોરને રસ્તા પરથી હટાવી ડબ્બે પુરવાની કડક વ્યવસ્થા ઉભી કરવાના આદેશોના પગલે સરકાર પણ હરકતમાં આવી છે.
10 કરોડનું ભંડોળ ફાળવીને રખડતા ઢોરને રસ્તા પરથી હટાવી ડબે અથવા પાંજરાપોળ સુધી પહોંચાડવા માટે પણ સરકારે ખર્ચ કરવાની તૈયારી બતાવી છે. મોટાભાગે શહેરોને રસ્તા ઉપર પશુધન ના અવરોધના કારણે જીવલેણ અકસ્માતો સર્જાય છે આ સમસ્યા હવે વધુ વકરે નહીં તે માટે સરકારે પગલાં લેવાનું શરૂ કર્યું છે.
જોકે રખડતા ઢોરે તંત્ર અને તંત્રના જવાબદારોને નકર કાર્યવાહી કરવાના અદાલતના આદેશ બાદ આ કાર્યવાહી શરૂ થઈ છે નાના મોટા શહેરોમાં સતત પણે રસ્તા ઉપર ઢોર અંગેનું કરી રસ્તા પર એક પણ ઢોર ન રહે તેવી વ્યવસ્થા માટે તંત્ર પ્રતિબધ બન્યો છે