• રાજય સરકારના સામાન્ય વહિવટી વિભાગ દ્વારા પરિપત્ર પ્રસિઘ્ધ કરાયા

 રાજકોટ ન્યૂઝ : રાજય સરકારના વર્ગ-1 અને વર્ગ-ર ના અધિકારીઓ તથા સચિવાલયના સંવર્ગ વર્ગ-3 ના કર્મચારીઓએ કામગીરી મુલ્યાંકન અહેવાલ સાથી સોફટવેરના બદલે કર્મયોગી એપ્લીકેશન પર રજુ કરવો પડશે.

સાથી એપ્લીકેશનમાં સમાવિષ્ટ તમામ અધિકારીઓ – કર્મચારીઓને તેઓની રજા પ્રવાસ રાહત તેમજ કામગીરી મૂલ્યાંકન અંગેની અરજીઓ કર્મયોગી એપ્લીકેશન હેઠળ આવરી લેવામાં આવી છે.
હવેથી રાજય સરકારના વર્ગ-1 અને વર્ગ-ર ના અધિકારીઓ તથા સચિવાલય સંવર્ગના નિયમિત નિમણુંક ધરાવતા વર્ગ-3 ના કર્મચારીઓના કામગીરી મૂલ્યાંકન અહેવાલ ને લગતી તમામ કામગીરી સાથી ને બદલે કર્મયોગી એપ્લીકેશન પર આવરી લેવાનો નિર્ણય કરવામાં આવે છે. સંવર્ગ સંચાલક તે મુજબ કર્મયોગી એપ્લીકેશન પર કામગીરી મુલ્યાંકન અહેવાલના ફોર્મની ચકાસણી કરી સુધારા વધારા કરવાના રહેશે.

કામગીરી મૂલ્યાંકન અહેવાલ સંબંધી કામગીરીનો જો કોઇ તબકકો કે તબકકા સાથી સોફટવેર અંતર્ગત પૂર્ણ કરવામાં આવેલ હોય, તો તે પછષવીના તબકકા, તબકકાઓની કામગીરી કર્મયોગી એપ્લીકેશન પર કરવાની રહેશે. કર્મયોગી એપ્લીકેશનનો ઉયપોગ https://karmyogi.gujarat.gov.in લિંક પરથી કરી શકાશે. તથા [email protected] તે સંબંધી કોઇ માર્ગદર્શન ની જરુર જણાય તો હેલ્પલાઇન નંબર 079-232- 58579/58577 તથા પર સંપર્ક કરવાનો રહેશે.

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.