મુખ્યમંત્રીએ એકસ સર્વિસમેનોની પરમીટ રદ્દ કરવાનો હુકમ પાછો ખેંચ્યો
રાજય સરકાર દ્વારા રાજયમાં દારૂની પરમીટ ધારકો માટે નવી નીતિ અમલી બનાવવા માટે નવી પરમીટો ઈશ્યુ કરવાનું તેમજ રીન્યુ કરવાનું બંધ કરી હજારો પરમીટો રદ્દ કરી નાખતા આ મામલે એકસ સર્વિસમેનો દ્વારા ગઈકાલે ગાંધીનગરમાં ધરણા કરાયા બાદ સરકારે એકસ સર્વિસમેનોની પરમીટ રદ્દ કરવાનો નિર્ણય પાછો ખેંચતા એકસ સર્વિસમેનોમાં ખુશીની લહેર દોડી ઉઠી છે અને સરકારના આ પગલાને તેઓએ આવકાર્યું હતું.
જાણવા મળતી વિગતો મુજબ રાજય સરકારે ૨૦ માર્ચના રોજ એક મહત્વનો નિર્ણય લઈ રાજયમાં નવી દારૂની પરપીટ આપવાનું તા બંધ કરવાનો નિર્ણય લેતા રાજયના ૩૦ હજાર જેટલા એકસ સર્વિસમેનોની પરમીટ પણ રદ્દ ઈ હતી. સરકારના આ નિર્ણયનો વિરોધ કરી એકસ સર્વિસમેનોએ બુધવારે સત્યાગ્રહ છાવણી ગ્રાઉન્ડમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું જેના પગલે સરકારે તાત્કાલીક અસરી એકસ સર્વિસમેનોની પરમીટનો નિર્ણય રદ્દ કર્યો હોવાનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું.
વધુમાં રાજયમાં આગામી ૧૫ દિવસમાં દારૂની પરમીટ અંગેની નવી સીસ્ટમ અમલી બનાવવામાં આવી રહી હોવાનું પણ સરકારના સૂત્રોએ જણાવ્યું હતું. આ સંજોગોમાં હાલ તુર્ત તો એકસ સર્વિસમેનોને પરમીટો રદ્દ કરવાનો નિર્ણય રદ્દ કરવામાં આવતા એકસ સર્વિસમેનોએ રાજય સરકારનો આભાર માન્યો હતો.