શિક્ષણ વિભાગ દ્વારા અભ્યાસ ક્રમમાં ઘટાડો કરવા આયોજન:શૈક્ષણિક મહાસંઘની મીટીંગમાં લેવાયો નિર્ણય
આજરોજ ગાંધીનગર ખાતે મળેલી શૈક્ષણિક મહાસંઘની મીટીંગમાં હજુ દિવાળી સુધી સ્કુલો નહી ખોલવા નિર્ણય લેવાયો છે. દિવાળી બાદ પણ શાળાઓ ખોલવા મુદે કોરનાની પરિસ્થિતીને ધ્યાને લઇ યોગ્ય નિર્ણય કરાશે. સ્કૂલો લગભગ અડધુ વર્ષ બંધ રહેતા અભ્યાસ કમમાં પણ ઘટાડો કરવાનુ આયોજન થઇ રહ્યું છે.
ગત માર્ચ માસથી કોરોનાએ રાજયમાં એન્ટ્રી કરતા તમામ શાળા-કોલેજો બંધ કરવાની જાહેરાત થઇ હતી. પરંતુ સંક્રમણ સતત વધતા અને લોકડાઉન બાદ પણ કોરોનાનો કહેર યથાવત રહેતા હજુ શાળા કોલેજો ખુલી નથી અને હવે કેટલો સમય બંધ રહેશે? તે પ્રશ્ર્ન સતત ઉઠી રહ્યો છે ત્યારે આજરોજ આ મુદે ગાંધીનગર ખાતે શૈક્ષણિક મહાસંઘની મીટીંગ મળી હતી. આ મીટીંગમાં કોરોનાના હાહાકારને કારણે રાજયમાં સ્કૂલ ખોલવા અંગે રાજય સરકાર દ્વારા મહતવપૂર્ણ નિર્ણય લેવાયો છે આ બેઠકમાં થયેલી ચર્ચા મુજબ હજુ રાજયમાં દિવાળી સુધી શાળાઓ ખુલશે નહી. દિવાળી બાદ પણ કોરોનાની પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ સૂકલો ખોલવી કે નહી તે અંગે સમીક્ષા કરાશે. અને ત્યારબાદ જ યોગ્ય નિર્ણય લેવાશે. કોરોના કહેર વચ્ચે ઓકટોબરથી નીતી નિયમો સાથે શાળાઓ ખોલવામાં આવશે તેવી પણ અટકળો વહેતી થઇ હતી.
પરંતુ હાલ જે રીતે રાજકોટ ઉપરાંત રાજયના તમામ નાના મોટા શહેરો, ગામડાઓમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે તે જોતા હજુ દિવાળી સુધી સ્કુલો ખોલવી હિતાવહ ન હોય ત્યારે બાળકો વિદ્યાર્થીઓ અને વાલીઓના હિતને ધ્યાનમાં રાખી સરકારે યોગ્ય નિર્ણય લીધો છે. રાજયના મોટાભાગના શાળા સંચાલોકોએ સરકારના આ નિર્ણયને આવકાર્યો પણ છે.
દિવાળી બાદ સંભવત: શાળાઓ ખુલે તો પણ સંપૂર્ણ વર્ષનો અભ્યાસક્રમ પુરો કરવો અશકય છે એટલે કે એક સત્રમાં બે સત્રોનો કોર્ષ પુરો થઇ શકે નહિ ત્યારે અભ્યાસ ક્રમમાં ઘટાડો કરવાનુ પણ આયોજન થઇ રહ્યુ છે.
દિવાળી બાદ કોરોનાની પિસ્થિતી હળવી થશે તો સ્કુલો ખુલતા વિદ્યાર્થીઓએ તમાામ નિતી નિયમો, સોશ્યલ ડિસ્ટન્સ જાળવવાનુ રહેશે.