ડેમોમાં પાણી આવતા કમાન્ડ એરીયાની આસપાસના ગામોને ખેડૂતોને પૂરતો લાભ મળશે
જામનગર જિલ્લાના બાવની, ઉંડ, કંકાવટી, વાગડીયા વિગેરે ડેમોમાં સૌની યોજના અંતર્ગત નર્મદાનું પાણી ભરવામાં આવે તેવી જિલ્લા ભાજપ પ્રમુખ ચંદ્રેશભાઈ પટેલે રજૂઆત કરતા રાજય સરકારે ડેમો ભરવા માટે ખાત્રી આપી છે.
જામનગર તાલુકા ભાજપ પ્રમુખ મુકુંદભાઈ સભાયા, જોડિયા તાલુકા ભાજપ પ્રમુખ ભરતભાઈ દલસાણીયા, જયસુખભાઈ, હિતેશભાઈ તા ધ્રોલ તાલુકા ભાજપ પ્રમુખ નવલભાઈ મુંગરા સહિતના આગેવાનો તેમજ જિલ્લા ભાજપ મહામંત્રી ડો. વિનોદ ભંડેરી તથા જાડાના પૂર્વ ચેરમેન દિલીપસિંહ ચુડાસમાએ ખેડૂતોની લાગણી અને વર્તમાન પરિસ્થિતિ જોઈ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદ્રેશભાઈ પટેલ સમક્ષ રજૂઆત કરી હતી. બાવની, ઉંડા, કંકાવટી, વાગડીયા વિગેરે ડેમોમાં સૌની યોજનાનું પાણી તાત્કાલિક મળે તે માટો યોગ્ય કાર્યવાહી કરવી જરૂરી છે. આગેવાનોની આ માંગણી અનુસંધાને ચંદ્રેશભાઈ પટેલ દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ સરદાર પટેલ સહભાગી જળ સિંચાઈ યોજનાના ચેરમેન ભરતભાઈ બોધરાની સો ટેલિફોનિક વાતચીત કરી કે ઉપરોક્ત ડેમોમાં નર્મદાનું પાણી તાત્કાલિક પહોંચે તે માટે યોગ્ય કરવા માંગણી કરી હતી. આ રજૂઆતમાં અનુસંધાને ભરતભાઈ બોધરા દ્વારા એક કે બે દિવસમાં જ આ ડેમો ભરવા માટેની કાર્યવાહી ચાલુ કરવામાં આવશે તેવી ખાત્રી આપવામાં આવી છે.રૂ આ ડેમોમાં પાણી આવતાં ડેમોના ડિમાન્ડ એરિયાની આસપાસના ગામોને – ખેડૂતોને તેનો લાભ મળશે.