- રાજ્ય સરકારના નિર્ણય બાદ ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ કરી જાહેરાત
- આર્મીમાં ફરજ બજાવતા ગુજરાતના જવાનો અને શહીદ જવાનોના પરિવારની વ્હારે રાજ્ય સરકાર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના શહીદ જવાનોના આશ્રિતોને સરકાર દ્વારા મુખ્યમંત્રીના જવાન રાહત ભંડોળમાંથી ચૂકવવામાં આવતી વિવિધ સહાયમાં માતબર વધારો કરવાનો નિર્ણય કર્યો છે.
ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીએ મુખ્યમંત્રીએ કરેલા આ નિર્ણયની વિગતો આપતા વધુમાં જણાવ્યું છે કે શહીદ થનારા જવાનોના કુટુંબિજનોને આ રાહત અને ગેલેન્ટરી એવોર્ડમાં વધારા સિવાય બાકીની અન્ય માંગણી અંગે એક ઉચ્ચ કક્ષાની સચિવઓની કમિટિ વિચારણા કરશે અને તેનો અહેવાલ રાજય સરકારને આપશે તેવા આદેશો કરવામાં આવ્યા છે.
પ્રસંગો પાત હાલ માજી સૈનિકોને રાજય સરકારની નોકરીઓમાં જે અનામત આપવામાં આવે છે તે મુજબ વર્ગ-1 અને 2 માટે 1 ટકા, વર્ગ-3 માટે 10 ટકા અને વર્ગ-4 માટે 20 ટકા અપાય છે.જમીનની માંગણીને સંબંધ છે ત્યાં સુધી માજી સૈનિકોને તેમના કુટુંબનો જીવન નિર્વાહ ચલાવી શકે તે માટે 16 એકર જમીન સાંથણીથી આપવામાં આવે છે તેની વિગતો પણ ગૃહ રાજય મંત્રીએ આપી હતી.
રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાતના શહિદ જવાનોના આશ્રિતોને સરકાર દ્વારા મુખ્યમંત્રીના જવાન રાહત ભંડોળમાંથી ચુકવવામાં આવતી વિવિધ સહાયમાં માતબર વધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય આજે લીધો છે તે આવકારદાયક છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેર કરેલ સહાય વધારાની વિગત