ખાનગી હાસિંગ સોસાયટીઓનું રિડેવલપમેન્ટ કરવા માટેના ગુજરાત ઓનરશિપ ફ્લેટ્સ (સુધારા) રૂલ્સ, 2019ની રાજ્ય સરકારે જાહેરાત કરી છે. સાથે નવા નિયમો વિશે જાહેર જનતા પાસેથી સલાહ-સૂચનો માગ્યા છે. નવા નિયમ પ્રમાણે, રિડેવલપમેન્ટ માટે સોસાયટીની સ્પેશિયલ જનરલ બોડી મીટિંગમાં જૂની હાઉસિંગ સોસાયટીના ઓછામાં ઓછા 75 ટકા સભ્યોની મંજૂરી લેવી પડશે.
રિડેવલપમેન્ટ માટે આર્કિટેક્ટ કે પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટંટની પસંદગી બાબતે જે-તે વ્યક્તિ અર્બન ડેવલપમેન્ટ અને અર્બન હાઉસિંગ ડિપાર્ટમેન્ટને સલાહ-સૂચનો કે કોઈ વાંધો હોય તો લેખિતમાં જણાવી શકે છે. ડ્રાફ્ટ રૂલ્સમાં સલાહ-સૂચન આપવા માટે જનતાને 30 દિવસની સમય મર્યાદા આપવામાં આવી છે. જે હાઉસિંગ સોસાયટી 25 વર્ષ જૂની હોય અને લાગતા-વળગતા સત્તાધીશોએ ‘જર્જરિત, જોખમકારક કે ખંડેર’ હાલતમાં હોવાનું જાહેર કર્યું હોય તે જ રિડેવલપમેન્ટમાં જઈ શકશે.હાસિંગ સોસાયટીઓનું રિડેવલપમેન્ટ