ભગવાન મહાવીર સ્વામી જન્મદિન નિમિતે જૈન દેરાસર ખાતે શીશ ઝુકવતા અને શ્રી માય મંદિર ખાતે માં અંબાજીની અર્ચના કરતા મુખ્યમંત્રી
ભગવાન મહાવીર સ્વામી જન્મદિન નિમિતે આજરોજ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટ ખાતે વહેલી સવારે ભુપેન્દ્ર રોડ સ્તિ સનકવાસી જૈન દેરાસર ખાતે દર્શન કરી જૈનમુનીશ્રીના આશીર્વાદ મેળવ્યા હતાં. મુખ્યમંત્રી વિજયભાઈએ આ પ્રસંગે ઉપસ્તિ ભાવિકોને મહાવીર સ્વામી જન્મદિન નિમિતે શુભેચ્છા પાઠવી હતી. જૈન ધર્મની મહત્તા સમજાવતા મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું હતું કે, તમામ જીવ પ્રત્યે સંવેદના, કરુણા અને પ્રેમ એજ સાચો માનવ ધર્મ હોવાનું અને આપણું જીવન માનવ કલ્યાર્ણો સમર્પિત કરવા જણાવ્યું હતું.
જીવો અને જીવવા દયો તેમજસર્વે જીવ પ્રત્યે પ્રેમ અને કરુણા એ જૈન ધર્મની દેન છે અને તેમાંી પ્રેરણા લઈ રાજ્ય સરકારે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી હોવાનું શ્રી રૂપાણીએ જણાવ્યું હતું. કરુણા અભિયાન અંતર્ગત અનેક અબોલ પશુ-પક્ષીઓના જીવ બચાવ્યા હોવાનું તેમજ ૧૦૮ ઈમરજન્સી સેવા જેવીજ પશુઓ માટે ઈમરજન્સી સેવાનું રાજ્ય સ્તરે આયોજન રાજ્ય સરકાર કરવા જઈ રહી હોવાનું આ તકે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. મજુરો માટે માત્ર ૧૦ રૂ. માં ભોજન તેમજ વરિષ્ઠ નાગરિકો, મુનીઓ માટે પગદંડી જેવી સુવિધા આવનારા સમયમાં અમલી બનવવાનું અંતમાં રૂપાણીએ જણાવ્યું હતું. આ પ્રસંગે ડે. મેયર ડો. દર્શિતાબેન શાહ તેમજ સમાજના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં ભાવિકો ઉપાશ્રય ખાતે જોડાયા હતાં. ત્યારબાદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટ સ્તિ શ્રી માય મંદિર ખાતે માં અંબાજીના દર્શન-અર્ચન કરીસર્વજનસુર્ખો મંગલ કામના કરી હતી.મુખ્યમંત્રી સો શ્રીમતી અંજલીબેન રૂપાણી જોડાયા હતાં.