રાજયના તમામ જિલ્લા ચૂંટણી અધિકારી, નાયબ ચૂંટણી અધિકારીઓ સામે વીડિયો કોન્ફરન્સના માધ્યમી ચાર મુદ્દાની સમીક્ષા
રાજયના મુખ્ય નિર્વાચન અધિકારી ડો.મુરલી ક્રિષ્ન દ્વારા આજે રાજયના તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓ સાથે ઈઆરઓ નેટ, ઈવીએમના ફિઝીકલ વેરીફીકેશન મતદાર યાદી સહિતની બાબતોને લઈ વીડિયો કોન્ફરન્સના માધ્યમી બેઠક યોજવામાં આવી હતી.
જાણવા મળતી વિગતો મુજબ આજરોજ રાજયના મુખ્ય નિર્વાચન અધિકારી દ્વારા મુરલી ક્રિષ્ન દ્વારા તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓ સો મતદાર યાદી, ગુજરાતમાં પ્રથમવાર અમલી બનેલ ઈઆરઓ નેટ પ્રોગ્રામ, ઈવીએમનું ફિઝીકલ વેરીફીકેશન, ઈવીએમ માટે વેરહાઉસ તેમજ ચૂંટણી ફરજ બજાવતા કર્મચારીઓ માટે ઈ-પેમેન્ટ વ્યવસ અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, ચૂંટણીપંચ દ્વારા આગામી તા.૩૦ એપ્રીલના રોજ મતદાર યાદીની આખરી પ્રસિધ્ધી કરવાની હોય તેમજ આગામી મે માસમાં નવો મતદાર નોંધણી કાર્યક્રમ શરૂ કરવાનો હોય. આ વીડિયો કોન્ફરન્સમાં આ મુદ્દાઓ પણ ચર્ચાયા હોવાનું જાણવા મળ્યું છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,