સંગઠન મહામંત્રી રત્નાકર અને યુવા મોરચાના પ્રમુખ ડો. પ્રશાંત કોરાટની ઉપસ્થિતિમાં બેઠક

આગામી ગુરૂવારે વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી ભારતીય જનતા પાર્ટી પોતાનો 44મો સ્થાપના દિન ઉજવશે ત્યારે સ્થાપના દિને સેવાકીય કાર્યોની વણઝાર સર્જી દેવા માટે યુવા મોરચો સજજ બની ગયા છે. આજે બપોરે પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે યુવા ભાજપની બેઠક મળશે જેમાં વિવિધ સંગઠાત્મક કાર્યક્રમોને આખરી ઓપ આપવામાં આવશે.

ભાજપ દ્વારા 44માં સ્થાપના દિનની દેશભરમાં વિવિધ સેવાકીય કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવશે. કાર્યક્રમોના આયોજનન આખરી ઓપ આપવા માટે આજે બપોરે ર કલાકે પ્રદેશ ભાજપના યુવા મોરચાના પ્રમુખ પ્રશાંતભાઇ કોરાટ અને રત્નાકરજીની ઉ5સ્થિતિમાં એક બેઠક મળશે. જેમાં વિવિધ કાર્યક્રમોને આખરી ઓપ આપવામાં આવશે. યુવા ભાજપના પ્રદેશના હોદેદારો આજે ગાંધીનગરમાં ધામા નાખ્યા છે. આગામી 6 થી 14 એપ્રિલ દરમિયાન ભાજપ દ્વારા દેશભરમાં સેવા સપ્તાહ તરીકે ઉજવણી કરવામાં આવશે. અલગ અલગ મોરચા દ્વારા વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.