સુરત: પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલની વેબસાઈટ હેક થઇ હોવાના સમાચાર સામે આવ્યા છે.હેકરે એકાઉન્ટ હેક કરીને અશ્લીલ પોસ્ટ વેબસાઇટ પર મૂકી હતી જેની જાણ થતાની સાથે સી.આર. પાટીલે સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી છે.
કોરોના મહામારી વચ્ચે પણ સાયબર ક્રાઇમના કિસ્સાઓ વધી રહયા છે. ત્યારે ગુજરાત ભાજપ પ્રમુખની વેબસાઇટ હેક થઇ હોવાના સમાચાર મળી રહયા છે. ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર. પાટીલની વેબસાઇટ હેક થતાં રાજનીતિ ગલિયારોમાં ચકચાર મચી જવા પામી હતી. પાટિલની વેબસાઇટ હેક થતાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. સાયબર ક્રાઇમે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ગુજરાત ભાજપ પ્રમુખની વેબસાઇટ હેક થઇ છે. મોહમંદ બિલાદ નામના ગ્રુપે સી.આર.પાટિલની વેબસાઇટ હેક કરી હોવાની માીહતી મળી રહી છે. આ અંગે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ કરવામાં આવી હતી. સાયબર ક્રાઇમે ફરિયાદ નોંધી તાત્કાલિક તપાસ હાથ
ધરી હતી.
આ વિશે મળતી માહિતી પ્રમાણે ગુજરાત ભાજપ પ્રમુખની વેબસાઈટ હેક થઈ છે. મોહમંદ બીલાદ નામના ગ્રુપે સી.આર.પાટીલની વેબસાઈટ હેક કરી હોવાની માહિતી મળી રહી છે. આ અંગે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ કરવામાં આવી હતી. સાયબર ક્રાઈમે ફરિયાદ નોંધી તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. જેમાં મહોમ્મદ બીલાદ નામના ગ્રુપે વેબસાઈટ હેક કરી હોવાનો ખુલાસો થયો હતો. હાલ આગળની તપાસ ચાલી રહી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, એકાદ વર્ષ પહેલાં ભાજપના પ્રમુખ સી.આર. પાટિલનું ઇન્સ્ટ્રાગ્રામ એકાઉન્ટ કોઇક અજાણ્યા વ્યકિતએ હેક કર્યુ હતું. જેથી સાંસદ પાટિલે પોલીસ કમિશનરને અરજી આપી હતી. ત્યારબાદ સાયબર ક્રાઇમને તપાસ સોંપવામાં આવી હતી. એકાઉન્ટ હેક થયાના બે દિવસ પહેલાં કોઇકે સી.આર. પાટિલનું ઇન્સ્ટ્રાગ્રામ એકાઉન્ટ હેક કરી તેમાં ચેટિંગ કરતો હતો.
ચેટિગમાં ભેજાબાજએ બિભત્સ વાતો કરી હોવાની વાત પણ સામે આવી હતી. સાથે વિડીયો કોલિંગ પણ કર્યા હતા. અજાણ્યા હેકર્સે સી.આર. પાટિલનું એકાઉન્ટ હેક કરી તેમાં લોઇસ્સામોરે નામથી ચેટિંગ કર્યુ હતું. આ ચેટિંગમાં પોતાનું નામ કિરતેમશી નામથી એકાઉન્ટ હોવાની આશંકા હતી. એકાઉન્ટ હેક થતાં સી.આર. પાટિલે તાત્કાલિક પોલીસ કમિશનરને અરજી આપી હતી.