કાલે રવિવારે સવારે 11-00 કલાકે નવા માર્કેટિંગ યાર્ડ ગોંડલ ખાતે જનસભામાં રાજકોટ જિલ્લાના તમામ હોદેદારો- કાર્યકર્તાઓ તથા નગરજનોને ઉપસ્થિત રહેવા અનુરોધ કરતા જિલ્લા પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા
રાજકોટ જીલ્લા ભાજપ અધ્યક્ષ અલ્પેશભાઈ ઢોલરીયા તથા જિલ્લા મહામંત્રી મનસુખભાઇ રામાણી, નાગદાનભાઇ ચાવડા, મનીષભાઈ ચાગેલાની સયુંકત યાદીમાં જણાવે છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભાજપા સરકારે સફળતાના શિખરો સર કરીને 9 વર્ષ પૂર્ણ કર્યા છે. જે અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાજીના નિર્દેશાનુસાર તા.30 મે થી 30 જુન ર0ર3 સુધી વિશેષ જનસંપર્ક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે રાજકોટ જિલ્લાના ગોંડલ મુકામે તા.11 જૂન રવિવારે સવારે 11-00 કલાકે નવા માર્કેટિંગ યાર્ડ, ગોંડલ ખાતે એક વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ જનસભામાં ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ સી.આર.પાટીલ તથા કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા, ગુજરાત પ્રદેશ ભાજપ સહ-પ્રભારી સુધીર ગુપ્તાજી વિશાળ જનસભાને સંબોધશે.
આ જનસભામાં રાજકોટ જિલ્લાના પ્રભારી ધવલભાઈ દવે, સાંસદ રમેશભાઈ ધડુક, ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા, ગીતાબા જે.જાડેજા, મહેન્દ્રભાઈ પાડલીયા સહીતના ભાજપના વરિષ્ઠઆગેવાનો ઉપસ્થિત રહેશે.
આ જનસભાને સફળ બનાવવા રાજકોટ જીલ્લા ભાજપના મહામંત્રીઓ મનસુખભાઈ રામાણી, નાગદાનભાઈ ચાવડા, મનીષભાઈ ચાંગેલાને વિવિધ જવાબદારીઓ તેમજ કાર્યકર્તાઓને વિવિધ જવાબદારીઓ સોંપીને તમામ જીલ્લા, મંડલ, શક્તિકેન્દ્ર, બુથ ઉપર ભાજપ સરકારના સફળતાના 9 વર્ષના વિકાસની વાતો વિશેષ જનસંપર્ક અભિયાન દ્વારા લોકોને ઘરે-ઘરે સંપર્ક કરીને ઉજાગર કરીને જનસભામાં ઉપસ્થિત રહેવા આહવાન કરવામાં આવશે.