બગદાણા, સેંદરડા અને ભગુડાધામમાં દર્શન કરશે: પ્રદેશ અઘ્યક્ષને ઉમળકાભેર આવકારવા કાર્યકરોમાં જબરો ઉત્સાહ
ગુજરાત પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલ આજે સાંજે દોઢ કલાક માટે સૌરાષ્ટ્ર ભાવનગર જીલ્લાની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ અલગ અલગ ત્રણ ધાર્મિક સ્થળોએ દર્શન – પુજાનો લાભ લેશે જિલ્લાના આગેવાનો સાથે બેઠક યોજે તેવી સંભાવના જણાય રહી છે. યશસ્વી પ્રદેશ અઘ્યક્ષને ઉમળાભેર આવકારવા માટે ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આજે સાંજે 6 કલાકે પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલ ભાવનગર જિલ્લાના બગદાણા આવી પહોચશે જયાં તેઓ બાપા સિતારામ આશ્રમના દર્શનાર્થે આવશે ત્યારબાદ સાંજે 6.30 કલાકે ભાવનગર જિલ્લાના સેંદરડા ગામ ખાતે ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપશે અને ધર્મ સ્થળે માથુ ટકવશે સાંજે 7.30 કલાકે તેઓ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ભગુડા ગામ સ્થિત મોગલધામ મંદિરે દર્શનાર્થે આવશે ભાવનગર જિલ્લાની મુલાકાત દરમિયાન તેઓ જિલ્લાના ભાજપના આગેવાનો સાથે બેઠક યોજે તેવી શકયતા પણ નકારી શકાતી નથી.
લોકસભાની સામાન્ય ચુંટણી પૂર્વ પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા વન-ડે વન ડીસ્ટ્રીકટ કાર્યકમ પણ યોજવામાં આવી રહ્યા છે. તેઓ અલગ અલગ જિલ્લાની મુલાકાત પણ લઇ રહ્યા છે.
પ્રદેશ મહિલા મોરચાના ત્રણ હોદેદારોની નિમણુંક
ડો. ઉર્વશી પંડયાએ ઉપાઘ્યક્ષ, સીમાબેન મોહિલેને મહામંત્રી અને ડો. મીરાબેન વાટલીયાને કાર્યાલય મંત્રીની જવાબદારી
પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલ, પ્રદેશ ઉપાઘ્યક્ષ અને મહિલા મોરચાના પ્રભારી ગોધનભાઇ ઝડફીયા સાથે વિચાર વિમર્થ કર્યા બાદ ગુજરાત પ્રદેશ ભાજપ મહિલા મોરચાના અઘ્યક્ષ ડો. દિપીકાબેન સરડવા દ્વારા ત્રણ હોદેદારોની નિમણુંક કરવામાં આવી છે જેમાં મહિલા મોરચાના પ્રદેશ ઉપાઘ્યક્ષ તરીકે ડો. ઉર્વશીબેન પંડયા, પ્રદેશ મહામંત્રી તરીકે સીમાબેન મોહિલ અને પ્રદેશ કાર્યાલય મંત્રી તરીકે ડો. મીરાબેન વાટલીયાની વરણી કરવામાં આવી છે.