૧૦૦ રૂપિયાના વિશેષ સ્મારક સિક્કાના વિમોચન કાર્યક્રમને અગ્રણીઓએ જીવંત પ્રસારણ થકી નિહાળ્યો
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં ભારતીય જનસંઘના સંસ્થાપક શ્રદ્ધૈય રાજમાતા વિજયારાજે સિંધિયાજીના જન્મ શતાબ્દી વર્ષના સમાપન દિવસના અવસરે તેમની વિશેષ સ્મૃતિમાં ૧૦૦ રૂપિયાના વિશેષ સ્મારક સિક્કાના વિમોચનના કાર્યક્રમના દિલ્હીથી કરાયેલ જીવંત પ્રસારણને ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’, ગાંધીનગર ખાતે ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ તથા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, ભાજપાના વરિષ્ઠ નેતા સુરેન્દ્રકાકા, પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા, પ્રદેશ ઉપાધ્યક્ષઓ ગોરધનભાઇ ઝડફિયા અને ભાર્ગવભાઈ ભટ્ટ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં નિહાળવામાં આવ્યો. ઉપસ્થિત સર્વે મહાનુભાવોએ રાજમાતા વિજયારાજે સિંધિયાજીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
શંકરભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમના વક્તવ્યમાં ભારતીય રાજનીતિના ઇતિહાસમાં અનેક પડાવોના સાક્ષી રહેનાર, જનસંઘ અને ભાજપામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવનાર રાજમાતા વિજયારાજે સિંધિયાજીએ દેશ માટે આપેલા યોગદાન અને સંસ્મરણો વિશે છણાવટ કરી હતી. રાજ પરિવારના મહારાણી હોવા છતાં તેઓ પદ, પ્રતિષ્ઠા માટે નહીં પણ જનસેવાના ઉદ્દેશ સાથે જીવ્યા, તેઓ સંસ્કાર, સેવા અને સ્નેહની સરિતા હતા, તેમણે સમગ્ર જીવન દેશના સામાન્ય માનવી, ગરીબ માટે સમર્પિત કર્યું હતું. આગામી વિધાનસભા પેટાચૂંટણી અન્વયે કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા જાહેર કરાયેલી કોવિડ-૧૯ને લગતી માર્ગદર્શિકાનું સંપૂર્ણપણે પાલન થાય, ચૂંટણીને કારણે નાગરિકોમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય, પ્રજાને તકલીફ ન પડે, તે માટે સુચારુ આયોજન કરવા સંબંધિત અગ્રણીઓની બેઠક યોજાઇ હતી.