ગુજરાત પ્રદેશ ભાજપા મહામંત્રી શબ્દશરણભાઈ બ્રહ્મભટ્ટએ પ્રદેશ કાર્યાલય ખાતેથી અને રાજકોટ જીલ્લા ભાજપા અધ્યક્ષ ડિ.કે.સખીયાએ રાજકોટ ખાતેથી ડીજીટલ પ્લેટફોર્મ દ્વારા ૧૦-રાજકોટ લોકસભાની વર્ચ્યુઅલ જનસંવાદ બેઠકને સંબોધન કર્યું હતુ. આ વર્ચ્યુઅલ બેઠકમાં સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની, મોરબી જીલ્લા સંગઠન પ્રભારી મેઘજીભાઈ કણજારીયા, મહામંત્રી ભાનુભાઈ મેતા, સાંસદ મોહનભાઈ કુંડારીયા, કેબીનેટમંત્રી કુંવરજીભાઈ બાવળિયા, ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, મોરબી જીલ્લા પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, મોરબી જીલ્લા મહામંત્રીઓ હિરેનભાઈ પારેખ તથા જ્યોતિસિંહ જાડેજા, પૂર્વ ધારાસભ્ય બાવનજીભાઈ મેતલિયા તથા ભાનુબેન બાબરિયા ઉપસ્થિત રહ્યા હતા.
રાજકોટ જીલ્લા અધ્યક્ષ ડિ.કે.સખીયાએ જણાવ્યું હતું કે, મોદી સરકારનું એક જ મિશન છે. પારદર્શિતા અને ભ્રષ્ટાચાર મુક્ત ભારત એ જ ભારતીય જનતા પાર્ટીનું મુખ્ય લક્ષ્ય છે. ભારતના પુન: નિર્માણ માટે સામાજીક-આર્થિક પરીવર્તન માટે ભાજપાનો પ્રત્યેક કાર્યકર હંમેશા કાર્યરત હોય છે. સરકારે કરેલા વિકાસકાર્યોને પ્રજા સુધી લઇ જવા હાકલ કરી હતી અને કોરોનાની વૈશ્વિક મહામારીમાં રાજકોટ જીલ્લાના કાર્યકર્તાઓએ ખુબ સેવા કરતા અભિનંદન પાઠવ્યા હતા.
આ બેઠકને સંબોધતા પ્રદેશ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટએ પ્રથમ ભારતીય જનસંઘના સ્થાપક અને પ્રખર રાષ્ટ્રવાદી ચિંતક ડો.શ્યામાપ્રસાદ મુખર્જીની પુણ્યતિથી નિમિતે શબ્દાંજલિ અર્પી વિનમ્ર શ્રદ્ધાંજલિ પાઠવતા જણાવ્યું હતું કે, આજે વિશ્વના અનેક દેશોમાં કોરોના મહામારીની સમસ્યા ચાલી રહી છે ત્યારે કોરોના સામેની લડાઈ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ સમગ્ર દેશના બંધુઓ એક અવાજે એક અને નેક બનીને કોરોનાની મહામારી સામે લડી રહ્યો છે.
આ બેઠકને રાજકોટ જીલ્લા ભાજપાના પ્રભારી પ્રકાશભાઈ સોનીએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના કાર્યકાળમાં થયેલા વિકાસ કાર્યોને પ્રજા સમક્ષ લઇ જવા કાર્યકર્તાઓને અપીલ કરી હતી. આ વર્ચ્યુઅલ સંવાદ બેઠકનું સંચાલન રાજકોટ જીલ્લા મહામંત્રી ભાનુભાઈ મેતાએ કરેલ હતું.