અમદાવાદના ટાગોર હોલ મ્યુઝિયમ ખાતે યોજાશે કારોબારી: ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી વિનોદ તાવડે ખાસ માર્ગદર્શન આપશે
કર્ણાટક વિધાનસભાની ચુંટણીના પરિણામોએ દેશભરમાં ભાજપના કાર્યકરોને હચમચાવી દીધા છે. ગુજરાતના આગેવાનોને કર્ણાટકની જે બેઠકો જીતાડવાની જવાબદારી સોંપવામાં આવી હતી. તે મોટા ભાગની બેઠકો પર ભાજપના ઉમેદવારો હાર્યા છે. વિધાનસભાની ચુંટણીમાં ગુજરાતમાં ભાજપનું પ્રદર્શન શાનદાર રહ્યું હતુઁ. પરંતુ હવે લોકસભાની ચુંટણી પૂર્વ ભાજપ દ્વારા ગુજરાતના મતદારોના મન કળવા કવાયત હાથ ધરવામાં આવશે દરમિયાન આવતીકાલે અમદાવાદ ખાતે પ્રદેશ ભાજપની કારોબારી બેઠક યોજાશે જેમાં ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી વિનોદ તાવડે ખાસ માર્ગદર્શન આપશે. કારોબારીમાં 312 સભ્યો ઉ5સ્થ્તિ રહેશ.
પ્રદેશ ભાજપની કારોબારી બેઠક આવતીકાલે બુધવારે બપોરે 12.30 કલાકથી સાંજના 5.30 કલાક સુધી અમદાવાદના ટાગોર હોલ મ્યુઝિયમ ખાતે યોજાશે. ્રપ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલની અઘ્યક્ષતા અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉ5સ્થિતિમાં યોજનારા પ્રદેશ ભાજપ કારોબારીમાં ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી વિનોદ તાવડે કાર્યકરોને ખાસ માર્ગદર્શન આપશે આ બેઠકમાં મંત્રી મંડળના તમામ સભ્યો, ભાજપના ધારાસભ્યો, લોકસભાના સાંસદ, રાજયસભાના સાંસદ, જિલ્લા અને મહાનગરના પ્રમુખ સહિતના હોદેદારો, મેયર અને જિલ્લા પંચાયત, પ્રમુખ સહિત 31ર સભ્યો ખાસ હાજરી આપશે.
સામાન્ય રીતે ભાજપની પ્રદેશ કારોબારી બે દિવસ માટે યોજાતી હોય છે જેમાં રાષ્ટ્રીય કારોબારીમાં પસાર કરવામાં આવેલા ઠરાવને અનુમોદના આપવામાં આવતી હોય છે. કર્ણાટક વિધાનસભાની ચુંટણીના પરિણામ બાદ લોકસભાની ચુંટણી પૂર્વ ગુજરાતમાં ભાજપ સંગઠનને વધુ મજબુત કરવા માટે આવતીકાલે એક દિવસીય કારોબારી બેઠક બોલાવવામાં આવી હોવાનું ચર્ચાય રહ્યું છે. સાંસદ અને ધારાસભ્યોને ખાસ હોમવર્ક આપવામાં આવે તેવી શકયતા પણ નકારી શકાતી નથી.
લોકસભાની ચૂંટણી પૂર્વ ગુજરાતમાં સંગઠન માળખાને મજબુત કરવાં ભાજપ દ્રારા રાજ્યભરમાં મહા સંપર્ક અભિયાન હાથ ધરવાનું છે.જેની રૂપરેખા કારોબારી તૈયાર કરવામાં આવશે.બેઠકમાં જિલ્લા થતાં મહાનગરના પ્રમુખ સહીતના હોદેદારો ઉપરાંત મહા સંપર્ક અભિયાનના ઇન્ચાર્જ હાજર રહેશે.
‘મોદી સરકાર’ ના નવ વર્ષ પૂર્ણ થતાં કરાશે ઉજવણી
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કેન્દ્રમાં સત્તાનું સુકાન સંભાવ્યાને આગામી 30મી મે ના રોજ 9 વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે જેની ભાજપના કાર્યકરો દ્વારા દેશભરમાં શાનદાર ઉજવણી કરવામાં આવશે. અલગ અલગ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવશે. આવતીકાલે અમદાવાદ ખાતે મળનારી પ્રદેશ ભાજપની કારોબારી બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સરકારને નવ વર્ષ પૂર્ણ થતા હોય તેની ગુજરાતભરમાઁ ઉજવણી કરવા માટેનું આયોજન કરવામાં આવશે. સતત દશ દિવસ સુધી વિવિધ સેવાકીય કાર્યો સંગઠન દ્વારા યોજવામાં આવશે.
કેન્દ્રમાં ભાજપ પ્રેરિ એનડીએ સરકાર નવ વર્ષ પૂર્ણ કરી દશમાં વર્ષમાં પ્રવેશ કરી રહી હોય ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે.