આગામી દિવસોમાં જિલ્લા અને મહાનગરોમાં મળશે કારોબારી બેઠક
સુરેન્દ્રનગરમાં પ્રથમવાર ગુજરાત પ્રદેશ ભાજપની કારોબારી બેઠક યોજાઇ છે. પ્રથમ દિવસે વિવિધ વિષયો પર ચર્ચા કરાયા બાદ આજે આખો દિવસ કારોબારી બેઠકમાં સંગઠનને મજબુત કરવા માટે મનોમંજન ચાલશે. સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ દ્વારા આજે વિશાળ રોડ-શો યોજાશે. સાંજે કારોબારી બેઠકની પુર્ણાહુતિ થશે. આગામી દિવસોમાં જિલ્લા અને મહાનગરો અને ત્યારબાદ મંડલ કક્ષાએ કારોબારી બેઠક યોજાશે.
સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રદેશ કારોબારી બેઠકનો આજે બીજો દિવસ છે ત્યારે પ્રથમ દિવસે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રદેશ કારોબારીની બે તબક્કામાં બેઠકો યોજવામાં આવી છે પ્રથમ તબક્કામાં પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા સુરેન્દ્રનગર શહેરની જે પ્રેસિડન્ટ હોટલ આવેલી છે ત્યાં તમામ ધારાસભ્યો સાથે બેઠક કરી છે અને અગામી સમયમાં જે કરવાની કામગીરી છે તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી છે અને જે ધારાસભ્યો છે દિગ્ગજ નેતાઓ છે કે જે પ્રથમ તબક્કાની કારોબારી બેઠકમાં જોડાયા છે તેમની પાસે વિવિધ પ્રકારના સૂચનો મંગાવવામાં આવ્યા છે અને આગામી સમયમાં જે કરવાની કામગીરી છે તે અંગે વિગતવાર ચર્ચાઓ પ્રથમ તબક્કાની પ્રદેશ કારોબારીની બેઠકમાં કરવામાં આવી છે.
ત્યારબાદ બીજા તબક્કામાં સુરેન્દ્રનગર શહેરના પંડિત દિન દયાળ હોલ ખાતે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને ખાસ કરીને આ પ્રથમ દિવસના બીજા તબક્કાની મુખ્ય બેઠકમાં સંગઠનના નેતાઓ ધારાસભ્યો અને ખાસ કરીને પધારેલા આમંત્રિત કાર્યકર્તાઓ સાથે બેઠક યોજવામાં આવી છે ત્યારે આ મામલે પંડિત દિન દયાળ હોલ ખાતે પણ અંદાજિત 80 મિનિટ સુધી ચર્ચા કરવામાં આવી છે અગામી સમયમાં કરવાની કામગીરી અંગે વિવિધ પ્રકારની જવાબદારીઓ સોંપવામાં આવી છે અને આ મામલે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે કાર્યકર્તાઓ અને નેતાઓને વિવિધ પ્રકારના સૂચનો કર્યા છે.
બીજી તરફ પ્રથમ દિવસની કારોબારી બેઠકમાં મુખ્ય કેન્દ્રસ્થાને રહેલા મુદ્દાઓમાં વિકાસ લક્ષી કામો ના ઠરાવો અભિવાદન ઠરાવ બાબતે ચર્ચા કરવા માં આવશે. આગામી સમય માં સંગઠન દ્વારા કરવા ના કામો નક્કી કરવા માં આવશે.રાજ્ય સરકાર ની યોજનાઓ બાબતે કેવી રીતે કામ કરવું તે નક્કી કરવા માં આવશે.સંગઠન કેવી રીતે મજબૂત બને તે માટે નું માર્ગદર્શન પૂરું પાડવા માં આવશે.કેન્દ્ર સરકાર ની યોજનાઓ લોકો સુધી વધુ ને વધુ પહોંચે તે રસ્તે કામ કરવા અંગે રણનીતિ ઘડવા માં આવશે.કેન્દ્ર સરકાર ના કામો થી લોકોને વધુ માં વધુ વાકેફ કરવા અંગે પણ રણનીતિ ઘડવા માં આવશે.
સરકાર ના પેન્ડિંગ પડેલ કામો પુરા કરવા નેતાઓ ના મંતવ્યો જાણવા માં આવશે.સંગઠન મજબૂત બને તેવા પ્રયાસ હાથ કેવી રીતે ધરાઈ તે વિષય પર વધુ ચર્ચા કરવા માં આવશે.
ભાજપના કાર્યકર ચૂંટણીલક્ષી નહીં, જનતાની સેવા માટે હમેંશા તત્પર:પાટીલ
ભાજપ સત્તા મેળવી સેવા કરવાને કારણે પક્ષને એન્ટીઇકમ્બન્સી નડતી નથી:પ્રદેશ ભાજપ અધ્યક્ષ
ગુજરાત પ્રદેશ ભાજપની કારોબારી બેઠકના બીજા દિવસમાંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવે ધન્યવાદ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે ઉદ્ધાટન સત્રમાં જણાવ્યું કે, ગુજરાત વિઘાનસભાની ચૂંટણીમાં ઐતિહાસીક બેઠક મેળવવામાં મહત્વનો શ્રેય જો કોઇને જાય તો તે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબને જાય છે.આ વખતની ચૂંટણીમાં 9 બેઠક એવી હતી કે આઝાદી પછી ભાજપ કયારેય જીતી શક્યુ ન હતુ તે આ વખતે જીતવામાં સફળતા મળી છે. વિઘાનસભા ચૂંટણીમાં કાર્પેટ બોમ્બિગ થકી પ્રથમ તબક્કામાં 89 અને બીજા તબક્કાની 93 બેઠકો પર કાર્પેટ બોમ્બિંગ થકી જાહેરસભામાં કેન્દ્ર અને રાજય સરકારની યોજનાઓની માહિતી આપી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર એ ચૂંટણી લક્ષી નહી પરતુ જનતાની સેવા કરવા હમેંશા તત્પર રહેતો હોય છે
આ જીતના શ્રેય માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, અમિતભાઇ શાહ , કાર્યકરોનો આભાર વ્યકત કરુ છું. દેશના ગૃહમંત્રીએ ચૂંટણીમાં સતત માર્ગદર્શન આપ્યુ અને વિઘાનસભા ચૂંટણીમાં જીતી શકે તેવા ઉમેદવારની પસંગદી કરી તેના કારણે જીતવામાં સફળતા મળી છે. ચૂંટણીમાં ભવ્ય જીત મળી છે તેમાં મારુ કોઇ યોગદાન નથી પણ કાર્યકરોની સખત મહેનતનું પરિણામ છે. વિઘાનસભાનું મતદાન પુરુ થયા પછી મીડિયા અને વિવિધ સર્વેનું અનુમાન હતું કે ભાજપને 110 થી 135 બેઠકો મળશે પરંતુ મને વિશ્વાસ હતો કે આ જીત ઐતિહાસિક હશે અને 157થી વધુ બેઠકો પર જીતનો વિશ્વાસ વ્યકત કર્યો હતો અને આંકડો મે મારા કાર્યકરોની મહેનતને કારણે નક્કી કર્યો હતો.
તેઓએ વધુમાં જણાવ્યું કે, કોરોના કાળમાં કોઇ પાર્ટીનો કાર્યકર બહાર નોહતો નીકળ્યો ત્યારે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર જનતાની વચ્ચે જઇ તેમની સેવા કરી હતી અને ગુજરાતમાં અલગ-અલગ જગ્યાએ આશરે 17 હજાર જેટલા આઇસોલેશ બેડ લગાવ્યા હતા,દર્દીઓ અને તેમના સગા માટે રસોઇની વ્યવસ્થા કરવી, દવા અને રસી માટે વ્યવસ્થા કરી તેમજ કેન્દ્ર સરકારની કુપોષણ યોજના ધ્યાને રાખી ભાજપના કાર્યકરે ગુજરાતને કુપોષિત બાળકોને સુપોષિત કરવા મદદ કરવા આગળ આવ્યા જનતા એ જાણે છે કે ભાજપ સિવાય અન્ય કોઇ રાજકીય પાર્ટીનો કાર્યકર સેવા કરવા આવતા નથી તે ફકત ચૂંટણી સમયે મત માંગવા આવે છે અને ગેરેંટી કાર્ડ આપવાની વાતો કરે છે પણ ભાજપનો કાર્યકર જનતાના સુખે-દુખમાં મદદે આવે છે. મોરબીની ગોઝારી ઘટનામાં પણ દેશના પ્રધાનસેવકે તાત્કાલીક મદદ મળે તે માટે ત્રણેય પાંખના વડાઓને સુચના આપી જવાનોને મદદ માટે મોકલ્યા તો મોરબીના ધારાસભ્ય અને મુખ્યમંત્રીશ્રીએ બનતી મદદ કરી અને તેના કારણે મોરબીની બેઠક પણ વધુ મતોથી જીતી શક્યા. ભારતી જનતા પાર્ટી સેવા સાથે રાજકારણ કરે છે.
પેજ કમિટી અને બુથ કમિટિમાં શું તફાવત છે તેની વિગતવાર માહિતી આપી માર્ગદર્શન આપ્યુ હતું. ચૂંટણીમાં કેન્દ્ર અને રાજય સરકારની વિવિધ યોજનાઓ જન જન સુઘી પહોંચાડવામાં મદદ કરી જેમાં ટેકનોલોજીનો ઉપયોગ કરી ગામે ગામે ખૂણે ખૂણે યોજના કાર્યકરો પહોંચાડી શકવાનો પ્રયાસ કરે છે. સરકારી યોજનાનો લાભ જો જનતાને મળે તેના માટે કાર્યકર તત્પર રહે. વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી રાજયના મુખ્યમંત્રી સમયે વિકાસના કાર્ય થકી આજે ગુજરાતને નવી ઉંચાઇ પર લઇ જવામાં મદદ મળી છે.
ગુજરાતમાં જનતા વિકાસને ધ્યાને રાખી મત આપે છે તેના કારણે રાજયમાં કયારેય ત્રીજી પાર્ટીને સ્વીકારતી નથી.ભાજપ સત્તા મેળવી જનતાની સેવા કરે છે તેનો જનતાને વિશ્વાસ છે. ભાજપ સત્તા મેળવી સેવા કરવાને કારણે ભાજપને એન્ટીઇકમ્બન્સી નડતી નથી. આપ પાર્ટી અને કોંગ્રેસના મત ભેગા કરો તો પણ ભાજપની લીડને પહોંચી શકે તેવા પરિણામ નથી. આપ પાર્ટીને કારણે ભાજપને ફાયદો થયો તેમ રાજકીય વિશલેષકો કહે છે પણ તે સાચુ નથી ભાજપના કાર્યકરોના દમ પર જીતે છે. જે બેઠકો આ વિઘાનસભામાં નબળી સરેસાઇથી જીત્યા છીએ તેના પર પણ આજે ચર્ચા કરવામાં આવશે.
પક્ષના કાર્યકરોને કરવાના કામો અંગે ખાસ ચર્ચા
પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા સુરેન્દ્રનગર ખાતે પ્રદેશ કારોબારી બેઠકમાં હાજરી આપી અને આવનારા દિવસોમાં પક્ષના કાર્યકર્તાઓ ને જે કામો કરવાના છે તે કામો વિશે કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરવામાં આવી છે ખાસ કરી સંગઠન અને ચૂંટાયેલા ધારાસભ્યો છે તેમને કરવાની કામગીરી અને વિવિધ યોજના તે સરકારની નવી યોજના છે તે લોકો સુધી પહોંચે અને લોક સુવિધામાં વધારો થાય તે પ્રકારે વધુ પડતો ફોકસ આપી અને પક્ષના કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરવામાં આવી છે અને બીજી તરફ કાર્યકર્તાઓ સંગઠનના હોદ્દેદારો અને ધારાસભ્ય તથા મંત્રીઓ પાસેથી વિવિધ પ્રકારના સૂચનો પણ પક્ષ દ્વારા જાણવામાં આવ્યા છે અને ખાસ તે વિષય ઉપર પણ ચર્ચા કરવામાં આવી છે.
દિગજ્જ જ નેતાઓએ કાર્યકરોના ઘેર રાત્રિ રોકાણ કર્યું
ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમ વખત પ્રદેશ કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે પ્રથમ દિવસ પૂર્ણ થઈ ચૂક્યું છે બીજા દિવસની શરૂઆત પણ વિવિધ તબક્કાની બેઠકોમાં ભાજપના કાર્યકર્તાઓ નેતાઓ અને દિગ્ગજ ચહેરાઓ એ હાથ ધરી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં એવી કોઈ મોટી હોટલો રિસોર્ટ કે રેસ્ટોરન્ટ ન આવેલા હોવાના પગલે જે 650 થી વધુ પ્રદેશના નેતાઓ આવ્યા છે તેમની રહેણાંક ની સુવિધા કરવી મુશ્કેલ હતી ત્યારે આ મામલે આ જવાબદારી જિલ્લાના પાયા ના કાર્યકર્તાઓને સોંપી આપવામાં આવેલી હતી ત્યારે જે પ્રદેશમાંથી આવેલા નેતાઓ છે તે જિલ્લાના નાનામાં નાના કાર્યકર્તાઓના ઘેર રોકાણ કર્યું છે અને રાત્રિ ભોજન પણ કાર્યકર્તા ના પરિવાર સાથે કર્યું છે આ ઉપરાંત રાત્રી દરમિયાન હળવી ચર્ચાઓ પણ કાર્યકર્તાના પરિવાર સાથે નેતાઓ દ્વારા કરવામાં આવી છે.
પટેલ અને પાટીલની કાર્યકરો સાથે બેઠક
પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પ્રથમ દિવસની પ્રદેશ કારોબારી બેઠકમાં સુરેન્દ્રનગર ખાતે હાજરી આપી છે ત્યારે આજે કારોબારી નો બીજો દિવસ છે ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પણ સુરેન્દ્રનગર ખાતે પધારવાના છે અને ખાસ કરીને જે કાર્યકર્તાઓ છે તેમની સાથે બેઠક યોજવાના છે અને વિવિધ પ્રકારની જે પ્રદેશ કારોબારીને લગતી કામગીરી છે તે અંગે સાંસદ સભ્યો તથા ધારાસભ્યો અને સંગઠનના હોદ્દેદારો તેમજ પક્ષના કાર્યકર્તાઓ સાથે વિવિધ પ્રકારની ચર્ચા કરવામાં આવશે અને ખાસ કરીને આ બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પણ હાજરી આપવાના છે ત્યારે અગામી દિવસોના જે કરવાના કામો છે તે અંગે માહિતગાર પણ મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ કાર્યકર્તાઓ અને નેતાઓને કરશે.