- આર.સેટીના સીવણ કલાસમાં 35થી વધુ બહેનો તાલીમ લઈ રહ્યા છે
એસબીઆઇ બેંક તથા ગ્રામીણ વિકાસ મંત્રાલય ભારત સરકાર અને ગ્રામ વિકાસ એજન્સી જીએલપીસીગુજરાત સરકાર તરફથી મોરબી જીલ્લાના ગામડામાં વસતા 18 થી 45 વર્ષની વય જૂથના બીપીએલ,અંત્યોદય કાર્ડ,મનરેગા જોબકાર્ડ,સખી મંડળના સભ્ય યાદી સમાવિષ્ટ તમામ બેરોજગાર યુવક – યુવતીઓને ની 60 થી વધારે પ્રકારની તાલીમ વિનામૂલ્યે આપવામાં આવે છે. હાલ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી રાજકોટ, ગારર્ડી ગેટ પાસે, એ.જી. સ્ટાફ કોલોની સામે. એસ.બી.આઇ. ગ્રામીણ સ્વ-રોજગાર તાલીમ સંસ્થામાં 30 દિવસની સ્ત્રી સિવણ કામ ફેશન ડિઝાઇનિંગની તાલીમ ચાલુ છે. આ તાલીમ સવારે 9:30 થી સાંજના 6:00 વાગ્યા સુધી શરૂ રહે છે તેમજ ઉત્તમ પ્રકારનું ચા-નાસ્તો અને જમવાનું તથા રહેવા માટે હોસ્ટેલની સુવિધા પણ નિ:શુલ્ક આપવામાં આવે છે. ઉક્ત તાલીમમાં તાલીમાર્થીઓને ઉચ્ચ કક્ષાની તાલીમ હેતુ તમામ પ્રકારનું રો-મટીરિઅલ નિ:શુલ્ક પુરૂ પાડવામાં આવે છે. સિવણ કામ(ફેશન ડિઝાઇનિંગ)ના તાલીમાર્થીઓને દરેક પ્રકારની કુર્તી, ડ્રેસ, મારવાડા, તુલીપ ધોતી, ચણીયા ચોલી, શર્ટ-પેન્ટ, કોટી, નાના બાળકો ઉનાળામાં પહેરી શકે તેવા સુતરાઉ કાપડના ડિઝાઇન કરેલ કપડા જેવા કે બેબી ફ્રોક, શદરા, ફેશન ડિઝાઇન યુક્ત લેટેસ્ટ જનરેશનને ગમે તેવા અને બાળકોના શરીર પર સુશોભિત લાગે તેવુ ડિઝાઇનર સિવણ કામ શીખવવામાં આવનાર છે, પ્રશિક્ષણ વિષય નિષ્ણાંત કિરિટભાઇ ચુડાસમા દ્વારા આપવામા આવે છે.હાલ મોરબી જિલ્લાના હળવદ, વાંકાનેર, ટંકારા, માળીયા-મિયાણા અને મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારના બહેનો તાલીમ લઇ રહ્યા છે. તાલીમ બાદ તેમને સર્ટીફિકેટ આપવામાં આવે છે અને પોતાનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા સંસ્થા તરફથી એક કીટ તેમજ નાણાકીય જરૂરિયાત હોય તો લોન વિષે માહિતગાર કરવામાં આવે છે.
આ સંસ્થામાંથી અત્યાર સુધીમાં ઘણા ભાઇઓ અને બેહેનોએ તાલીમ લઇને પોતાનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરી આત્મનિર્ભર બન્યા છે.આ પ્રકારની આર.સે.ટી. ભારતના તમામ 590 જીલ્લાઓમાં આવેલી છે. જે ગ્રામિણ વિકાસ મંત્રાલય ભારત સરકાર, જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી રાજ્ય સરકાર અને એસ.બી.આઇ. બેન્કના સહિયારા સાથથી સંચાલન થાય છે.
આર.સી.ટી.નો હેતુ ગ્રામ્ય વિસ્તારની બહેનોને રોજગાર અપાવાનો છે: કીરીટકુમાર ચુડાસમા
અબતક સાથે વાતચીત કરતા કીરીટકુમાર ચુડાસમા ડીએસટી એ જણાવ્યું કે તાલીમમાં ગ્રામ્ય વિસ્તારની 18 થી 45 વર્ષની બહેનોને પાર્લર, વુમન ટેલરીંગ, ફ્રીજ રીપેરીંગ કોમ્પ્યુટર જેવી અલગ અલગ તાલીમ આપવામાં આવે છે. આર સીટીનું મુખ્ય હેતુ ગ્રામ્ય વિસ્તારની બહેનો પગભર થઇ રોજગાર મેળવી અહી ં 30 દિવસ તાલીમ આપવામાં આવે છે. અહીં જે બહેનો તાલીમ લેવા આવે છે તેને રહેવાથી લઇ જમવાની બધી સુવિધા નિ:શુલ્ક આપવામાં આવે છે. આવ રીતે ગુજરાતમાં ર9 અને ભારતમાં 590 આરસીટી છે.
આર સીટીમાં અલગ અલગ 60 જેટલી તાલીમ આપવામાં આવે છે: સુમિતા ગઢાદ્રા
અબતક સાથે વાતચીત કરતા ગઢાદ્રા સુમિતા એ જણાવ્યું કે એસ.બી.આઇ. ગ્રામિણ સ્વરાજ સંસ્થામાં ટેલરીંગ, પાર્લર, ફોટોગ્રાફી, કોમ્પ્યુટર ટેલી, ફિઝ રીપેરીંગ જેવી તાલીમ આપવામાં આવે છે. જે પગભર થવા મદદ કરે છે. અત્યારે વુમન ટેલરીંગની તાલીમ 30 દિવસની લેવાય છે. જેમાં પહેલેથી સિવણ શિખવામાં આવે છે. અને તાલીમ પૂર્ણ થયા બાદ સર્ટીફીકેટ મળે છે. અને પછી અહીંના સ્ટાફ દ્વારા બે વર્ષ સુધી ફોન અથવા રુબરુ મુલાકાત દ્વારા કેટલોે રોજગાર લઇ રહ્યા છે તેમાં મદદ કરે છે.