ઇન્ફાસ્ટ્રકચર પ્રોજેકટને અપાતા ધિરાણમાં જોખમ ઘટાડવા એસબીઆઇનો નિર્ણય: બાંધકામ દરમિયાન વ્યાજનું ફન્ડિંગ નહિ અપાય
પ્રોજેક્ટ ફાઇનાન્સ મેળવવા માંગતી કંપનીઓની મુશ્કેલીમાં વધારો થવાનો સંકેત છે. દેશની સૌથી મોટી બેન્ક SBIએ ’બાંધકામ દરમિયાન વ્યાજ’નું ફન્ડિંગ નહીં કરવાનો નિર્ણય લીધો છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટને ધિરાણ કરતી વખતે જોખમ ઘટાડવા SBIએ આ પગલું લીધું છે.
SBIના ચેરમેન રજનીશ કુમારે જણાવ્યું હતું કે, પ્રોજેક્ટ ફાઇનાન્સિંગમાં બાંધકામ દરમિયાન અમે વ્યાજનું ફન્ડિંગ નહીં કરવાનો નિર્ણય લીધો છે. આ પગલું અમારું જોખમ ઘટાડશે. કંપની ડિફોલ્ટ થાય અને પ્રોજેક્ટ અટવાઈ જાય તો અમે ઘણી બાબતો કરી શકીએ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં જંગી બેડ લોન પછી મોટા ભાગની PSU બેન્કો આ સેક્ટરને ધિરાણ કરવામાં ખચકાટ અનુભવી રહી છે. અત્યારે બેન્કો ₹૮ લાખ કરોડની બેડ લોનની ચાવીરૂપ સમસ્યા ઉકેલવાની પ્રક્રિયામાં વ્યસ્ત છે. તેને લીધે પ્રોજેક્ટ ફાઇનાન્સ લગભગ બંધ થઈ ગયું છે અને મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને ધિરાણ કરતી વખતે લોનના નિયમો ચુસ્ત બનાવાયા છે. જોકે, કુમારના જણાવ્યા અનુસાર ક્ષમતા વિસ્તરણ અથવા નવા પ્રોજેક્ટ્સ શરૂ કરવા માંગતી મોટી અને સધ્ધર કંપનીઓને ધિરાણ કરવા બેન્કો તૈયાર છે. કુમારે જણાવ્યું હતું કે, NTPC, IOC કે BPCL જેવા કોર્પોરેટ્સની હરોળમાં નહીં આવતી કંપનીઓ સાથે બેન્કોનો વ્યવહાર અલગ હશે. જોકે, અમે બેન્ક છીએ, અમારી પાસે જંગી થાપણો છે અને એટલે બિઝનેસ માટે ખુલ્લું મન ધરાવીએ છીએ. અમારે ધિરાણની નવી તક માટે સાવચેતી રાખવી પડશે. ઉપરાંત, પ્રમોટર્સ દ્વારા ઇક્વિટી હિસ્સો લાવવાની ક્ષમતા પર પણ નજર રહેશે.
ઉલ્લેખનીય છે કે, પ્રમોટર્સને મોટા પ્રોજેક્ટ્સમાંથી રાહતના ભાગરૂપે RBIએ બેન્કોને પ્રોજેક્ટનો ખર્ચ વધી જાય તો તેને ’રિસ્ટ્રક્ચર્ડ એસેટ’ ગણ્યા વગર વધારાની રકમ માટે ધિરાણ આપવાની મંજૂરી આપી હતી. એ વખતે ખર્ચ વધી જવાના કારણે ઘણા મોટા પ્રોજેક્ટ્સ આખરી તબક્કામાં અટવાયેલા હતા.
RBIના તાજેતરના ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટ પ્રમાણે RBIએ તમામ બેન્કોની નોન-પરફોર્મિંગ એસેટ્સ (ગઙઅ) સપ્ટેમ્બર ૨૦૧૭ના ૧૦.૨ ટકાથી વધી માર્ચ ૨૦૧૮માં ૧૦.૮ ટકા અને સપ્ટેમ્બર ૨૦૧૮ સુધીમાં ૧૧.૧ ટકા થવાનો અંદાજ દર્શાવ્યો છે. દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંકે પ્રોજેકટ ફાયનાન્સને વધુ મજબુત બનાવવા મહત્વનો નિર્ણય કર્યો છે. અને કહ્યું છે કે, ચાલુ બાંધકામ દરમિયાન હવે લોન ધારકોને વ્યાજનું ફંડીગ અપાશે નહિ. એસબીઆઇના આ નિર્ણયથી પ્રોજેકટ ફાયનાન્સ મેળવતી કંપનીઓની મુશ્કેલીમાં વધારો થયો છે. તેમજ બેંક લોન અને એનપીએ રેશીયોને વધતો અટકાવવા તફર ભારતીય સ્ટેટ બેંકનું એક ડગલું ભર્યુ છે. તેમ જ આ નિર્ણયથી આર્થિક વૃઘ્ધીદરને પણ બુસ્ટર ડોઝ મળશે.
આંતરમાળખાકીય ક્ષેત્રમાં જંગી બેંક લોન બાદ ધિરાણ આપવામાં બેંકોને ખચકાટ: પ્રોજેકટ ફાયનાન્સ મેળવવા માંગતી કંપનીઓની મુશ્કેલીમાં વધારો