ભારતીય સ્ટેટ બેન્કે(એસબીઆઈ) મંગળવારે વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા રેપો રેટ ઓછો કર્યા બાદ બેન્કે પોતાની તમામ ગાળાની લોન પર 0.5%નો ઘટાડો કર્યો છે. રેપો રેટ એ દર છે જેની પર બેન્કોને આરબીઆઈ પાસે લોન મળે છે.
બેન્કે નિવેદન બહાર પાડીને કહ્યું કે દર બુધવારથી લાગુ થશે. બેન્કોના જણાવ્યા પ્રમાણે, એક વર્ષના ગાળામાં લોનના ન્યુનતમ વ્યાજ દરને 0.05 ટકા ઘટાડીને 8.40 ટકા કરવામાં આવ્યો છે. એમસીએલઆરમાં આ ઘટાડાને કારણે 10 એપ્રિલ 2019થી હોમ લોન પરના વ્યાજ દરમાં 0.20 ટકાનો ઘટાડો કરવામાં આવશે.