હેમુગઢવી હોલ ખાતે યોજાયેલા કલા મહાકુંભમાં ૧ર૦૦ થી ૧પ૦૦ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં લોકનૃત્ય સુગમ સંગીત જેવી સ્પર્ધાઓ યોજાઇ હતી. કલા મહાકુંભમાં બહોળા પ્રમાણમાં લોકો ઉ૫સ્થિત રહ્યા હતા.
વાયલોન વાદનમાં ભાગ લેનાર સ્વરા ઉપાઘ્યાયે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેઓ અમદાવાદથી રાજય કક્ષાના કલા મહાકુંભમાં ભાગ લેવા માટે આવ્યા છે. તેમણે વાયોલીનમાં રાગ સારંગની રજુઆત કરી હતી તેઓ ત્રણ વર્ષથી વાયોલીન શીખી રહ્યા છે.
સ્વરાના ગુરુ ગૌરવ પાઠકે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું તેઓ વાયોલીન વાદન સાથે ૨૮ વર્ષથી જોડાયેલા છે. ખાસ તો તેમની સ્ટુડન્ટે રાજયકક્ષાના કલા મહાકુંભમાં ભાગ લીધો છે. ત્યારે ખુબ જ હર્ષની લાગણી અનુભવી રહી છે.
રાજય સરકાર દ્વારા ખુબ જ સારી પ્રવૃતિ કરવામાં રહી છે. જેને કારણે બાળકોને પ્રોત્સાહન મળવાની સાથે તેની કળા વિકસે છે. ઉપરાંત પરફોર્મ કયા બાદ સ્વરાને પણ ખુબ જ આનંદ આવ્યો.