પેટ્રોલ-ડીઝલને જીએસટી હેઠળ લાવવાની વાત પર ભાર મુકતા નીતિ આયોગના વાઇસ ચેરમેન રાજીવકુમાર
હાલ, આંતરરાષ્ટ્રીય સ્તરે ઇંધણના ભાવમાં સતત વધારો થતા રીટેલ માર્કેટ પર પણ તેની ભારે અસર ઉપજી છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત બેફામ વધારો થતાં લોકો આકરી મુશ્કેલીમાં મુકાયા છે.
જે તરફ સરકારે ઘ્યાન દોર્યુ છે. અને ઇંધણ પરનો ટેકસ ઘટાડવા વિચારણા હાથ ધરી છે. નીતી આયોગના વાઇસ ચેરમેન રાજીવ કુમારે પણ એ વાત પર ભાર મુકયો છે કે કેન્દ્ર અને રાજય સરકારે ઇંધણ પરનો કરબોજો ઘટાડવો જોઇએ.
તાજેતરમાં રાજીવ કુમારે એક ઇન્ટરવ્યુ દરયિમાન જણાવ્યું હતું કે પેટ્રોલ-ડીઝલને. પણ ગુડસ એન્ડ સર્વિસ ટેકસ-જીએસટી અંતગત સમાવી લેવામાં આવે તેમ હું પણ ઇચ્છું છું. આ વર્ષના અંતમાં ફુડ ઓઇલના ભાવ દર બેરલે ૧૦૦ ડોલર થઇ જશે તે ધારણ ને રાજીવકુમારે નકારી છે.
રાજીવ કુમારે વધુમાં જણાવતાં કહ્યું કે, થોડા દિવસથી આંતરરાષ્ટ્રીય સ્તરે ઇંધણના ભાવમાં આંશિક ઘટાડો થયો છે તેથી શકયતા છે કે રીટેલ માર્કેટમાં પણ ઇંધણના ભાવ ઘટશે. પેટ્રોલ-ડીઝલ પરનો કર ઘટાડવા માટેનો આ જ સારો સમય છે. પેટ્રોલ-ડીઝલની કિંમતના વર્તુળકને લઇ વધુ રાહ જોવી જોઇએ નહી.
તેમણે કહ્યું કે, જો ઇંધણ પરની એકસાઇઝ ડયુટી ઘટશે તો સરકારને ૧૩ હજાર કરોડ રૂપિયાની નુકશાની થશે. તેમ છતૉ પુરતી ફીસ્કલ સ્પેશ રાખવા માટે ઇંધણ પરની ડયુટી ઘટાડવી મહત્વનું છે.
એકસાઇટ ડયુટી ઘટવાથી અર્થતંત્રની ગપતિવિધ ઓને બુસ્ટર ડોઝ મળશે અને સામાન્ય માણસને પણ રાહત મળશે. હાલ, રાજય સરકાર ઇંધણ પર સરેરાશ ર૭ ટકા ટેકસ લાદે છે જેમાં ચોકકસપણે ૩ થી ૪ ટકાનો ઘટાડો થવો જોઇએ તેવો મત રાજીવકુમારે રજુ કર્યો છે. અને પેટ્રોલ ડીઝલને જીએસટીમાં આવરી લેવાના નિર્ણય પર પણ ભાર મુકયો છે.