ભારતમાં લઘુ અને મધ્યમ ઉદ્યોગોની સંખ્યા 6 કરોડથી પણ વધુ છે. આની ઉપરાંત દેશમાં 84 હજારથી પણ વધુ સ્ટાર્ટઅપ્સ છે. આ બધાની નજર આ બજેટ પર હતી. હવે 3 કરોડ સુધીના ટર્નઓવરવાળા એમએસએમઇને  ઑડિટ કરાવવાની જરૂર નથી. આના માટેની એક શરત એ છે કે કેશ ટ્રાન્ઝેક્શન 5%થી વધુ ના હોવા જોઈએ. આવી જ રીતે 30 લાખ સુધીની આવકવાળા એન્ટરપ્રિન્યોરને પણ રાહત આપવામાં આવી છે.

પહેલા આ છૂટ ઉદ્યોગો માટે 2 કરોડ અને એન્ટરપ્રિન્યોર માટે 15 લાખ રૂપિયા હતી.નવી ક્રેડિટ ગેરેંટી સ્કીમ 1 એપ્રિલ 2023થી લાગૂ થશે. લઘુ અને મધ્યમ ઉદ્યોગો ગેરેંટી વિના 2 લાખ કરોડ રૂપિયા સુધીની ક્રેડિટ આપવામાં આવશે. આના માટે સરકાર 9 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરશે. મોટા ઉદ્યોગો જો કોઈ એમએસએમઇ પાસેથી વસ્તુ અથવા સેવા લે છે તો તેની ચુકવણી તેઓએ વાર્ષિક રિટર્ન ફાઇલ કરતાં પહેલા કરવી પડશે. સ્ટાર્ટઅપને વર્ષ 2024 સુધી કર માંથી મળશે મુક્તિ  આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.