અથર્વગ વેન્ચર્સ શરૂ અપ અને આંતર પ્રિનિયોર બિઝનેસ ઈન્કયુબેશનના સંયુકત ઉપક્રમે મંત્રી અરવિંદ રૈયાણી  ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાશે

અથર્વમ વેન્ચર્સ, શુરુ અપ અને આંતરપ્રિનીયોર બિઝનેસ ઇન્ક્યુબેશન સેન્ટરના સંયુક્ત સાહસથી રાજકોટમાં હેમુગઢવી હોલ ખાતે શનિવારે બપોરે 3 વાગે સ્ટાર્ટઅપ ડેમો ડે નું ભવ્ય આયોજન, આ પ્રસંગે રાજ્ય સરકારના મંત્રી શ્રી અરવિંદભાઈ રૈયાણી વિશેષ ઉપસ્થિત રહેશે.

આજે ભારતના અર્થતંત્રમાં ધંધા અને રોજગાર તથા સેવાઓ માટે ઘણા બધા અવસરો રહેલા છે તેમજ ભારતના નવ યુવાનોમાં ઘણી બધી આવડત અને ટેકનિકલ સ્કીલ્સ રહેલી છે તેને ધ્યાનમાં રાખીને વડા પ્રધાન   નરેન્દ્રભાઈ મોદીની સરકાર દ્વારા સ્ટાર્ટ અપ ઇન્ડિયા યોજના દ્વારા અનેક યુવાનોને ગ્રાન્ટ, માર્ગદર્શન તથા નેટવર્કિંગ માટેનો સહયોગ રાજ્ય તથા કેન્દ્રની સરકાર દ્વારા મળી રહ્યો છે,  મોટા શહેરો જેવા કે દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ અને કલકત્તા જેવા શહેરોમાં સ્ટાર્ટઅપ બિઝનેસ ખૂબ જ સારી રીતે વિકાસ કરી રહ્યા છે  નવા આઈડિયા નવી  ટેકનોલોજી અને તેને લગતા ઉદ્યોગો અને સેવાઓ આપણી સામે આવી રહ્યા છે .

મોટા શહેરોમાં સ્ટાર્ટઅપ ના વિકાસ માટે ઘણી તકો પર્યાપ્ત હોય છે, પરંતુ ટાયર 2 ના નાના શહેરોમાં યુવાનોને નવા સ્ટાર્ટઅપ ના આઈડીયાના ડેવલોપમેન્ટમાં ઘણો સંઘર્ષ કરવો પડતો હોય છે. મોટા શહેરોમાં સ્ટાર્ટઅપ કોમ્યુનિકિટીનું નેટવર્કીગં સારુ હોય છે. એટલે તેમને અનેક વિવિધ ફાયદાઓ થાય છે. નાના શહેરોમાં સ્ટાર્ટઅપ, ઇન્વેસ્ટરોનું નેટવર્કિંગ થાય સ્ટાર્ટઅપને ગવર્નમેન્ટ સ્કીમના મહતમ લાભ મળે તે માટે આ સ્ટાર્ટઅપ ડેમો ડે નું આયોજન કરવામાં આવેલ છે. ઉપરોક્ત સંસ્થાઓ દ્વારા ઇન્ક્યુબેશન સપોર્ટ પણ આપવામાં આવશે અને સ્ટાર્ટઅપને ઇન્વેસ્ટમેન્ટ, ફંડ મેળવવા માં પણ જરૂરી મદદ કરવામાં આવશે.  સ્ટાર્ટઅપને ગ્રુમ કરવા માટે પણ વિશેષ કાર્યક્રમો યોજવામાં આવશે. નાના શહેરોના રોકાણકારો  સ્ટાર્ટઅપના ઇન્વેસ્ટમેન્ટ તરફ વળે અને સ્ટાર્ટઅપ ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલીયોનો એક અગત્યનો હિસ્સો બને તે માટે જાગૃતતા લાવવામાં આવશે. શનિવારે 3 વાગ્યાથી સ્ટાર્ટઅપ ડેમો ડે શરુ થશે અને તેમાં વિવિધ સ્ટાર્ટઅપ દ્વારા પોતાના આઈડીયા રજૂ કરવામાં આવશે અને ગવર્નમેન્ટ ગ્રાન્ટ વિશે જાણકારી આપવામાં આવશે તથા ઈકોસિસ્ટમના જાણકાર લોકો દ્વારા તેનું પેનલ ડીસ્કશન કરવામાં આવશે. કાર્યક્રમને સફળ બનાવવા મહિલા ઉદ્યોગ સાહસીક જલ્પાબેન આહ્યા અને આશ્વીબેન સોની જહેમત ઉઠાવી રહ્યા છે. આ કાર્યક્રના રજિસ્ટ્રેશન માટે 9033633231 તથા 9898464348 ઉપર સંપર્ક કરી શકાશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.