પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, મંત્રી અરવિંદભાઇ રૈયાણી, રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયા સહીતના મહાનુભાવો રહેશે ઉપસ્થિત
નિ:શુલ્ક સારવારમાં દર્દીઓનો બેકલોગ જાળવવા હોસ્5િટલમાં વધુ એક માળ બનાવવાના ચક્રો ગતિમાન: ફાધર થોમસ
શહેરની નામાંકિત ક્રાઇસ્ટ હોસ્5િટલમાં વિવિધ 14 વિભાગો કાર્યરત છે. જેમાંના નવા ત્રણ વિભાગોમાં સૌરાષ્ટ્ર-કચ્છના ગામડાઓના નાના અને મઘ્યમ વર્ગના દર્દીઓ આ સુપર સ્પે. હોસ્પિટલમાં મા અમૃતતમ અને મા વાત્સલ્ય કાર્ડમાં નિ:શુલ્ક નિદાન અને સારવાર લઇ શકે તે અંગેના લોકાર્પણ કાર્યક્રમ આવતીકાલ ધનતેરસના દિવસે રાખવામાં આવ્યો છે.
પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના વરદ હસ્તે લોકાર્પિત થનાર આ કાર્યક્રમમાં મંત્રી અરવિંદભાઇ રૈયાણી, રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયા, નીતીનભાઇ ભારદ્વાજ સહીતના અગ્રણીઓ ખાસ ઉ5સ્થિત રહેશે.ક્રાઇસ્ટ હોસ્પિટલ દ્વારા યુરોલોજી, નેપ્થોલોજી, સેટેલાઇટ કલીનીક અને આ વિભાગોને મા અમૃતમ અને મા વાત્સલ્ય સાથે જોડવાથી રાજકોટ શહેર ઉપરાંત સૌરાષ્ટ્ર કચ્છના ગામડાઓના નાના અને ગરીબ દર્દીઓ નિ:શુલ્ક સારવાર મેળવી શકે તે અંગે ની માહીતી માટે યોજવામાં આવેલ પત્રકાર પરિષદમાં હોસ્5િટલના ચીફ નોડલ ઓફીસર ડો. જીતેન કકકડે (ઉદઘાટન) લોકાર્પણ અંગેની જાણકારી સાથે સૌને આવકાર્યા હતા. જયારે ક્રાઇસ્ટ હોસ્પિટલના ડાયરેકટર ફાધર થોમસે લોકાપર્ણ થનાર ત્રણવિભાગો અંગેની વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે આ હોસ્પિટલમાં હાર્ટ સર્જરી સહીતના લગભગ તમામ સુપર સ્પે. 14 વિભાગો કાર્યરત છે.
તેમજ સમગ્ર રાજયમાં કોરોના સ્પે. હોસ્પિટલ તરીકે ક્રાઇસ્ટ હોસ્5િટલને માન્યતા મળી હતી. એટલે કે પેરા મેડીકલ કોર્ષ કાર્યરત હોવાનું પણ જણાવ્યું હતું. ક્રાઇસ્ટ હેલ્થ એકેડેમી અને ક્રાઇસ્ટ ઇન્સ્ટીટયુટ ઓફ નર્સિગ સહિત બે સંસ્થાનો સમાવેશ થાય છે. હોસ્5િટલની આ સ્ફળતા પાછળ હોસ્પિટલના ડાયરેકટર ફાધર થોમસ અને નોડલ ઓફીસર ડો. જીતેન કકકડની મહેનત સફળ રહી છે. તેમજ તમામ શ્રેય હોસ્5િટલ મેનેજમેન્ટ, ડોકટરો તેમજ સમગ્ર સ્ટાફ પરિવારને ફાળે જાય છે તેમ પણ ઉમેયુૃ હતુ.
આ પ્રસંગે મેયર, ડે.મેયર, ભાજપ શહેર પ્રમુખ જિલ્લા પ્રમુખ, તેમજ ભાજપ ટીમ ઉપરાંત માધાપરના કોર્પોરેટર સહિતના મહાનુભાવો ખાસ ઉ5સ્થિત રહી ક્રાઇસ્ટ પરિવારનો ઉત્સાહ વધારશે તેમ કહ્યું હતું.ફાધર થોમસે સેટેલાઇટ કલીનીક અંગે જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારના દર્દીઓને નિદાન સારવાર ઘર બેઠા મળી રહે તે માટે ગ્રામ્ય વિસ્તારના તબીબો સાથે સેટેલાઇટ વિચાર વિમર્સ નિદાન, સારવાર અંગેની ચર્ચાઓ પણ કરાશે.
ઉપરાંત ફાધર થોમસે ‘અબતક’ ને જણાવ્યું હતું કે સરકારની આયુષ્યમાન – મા અમૃતમ, મા વાત્સલ્ય યોજના કાર્ડ ધાર દર્દીઓને નિ:શુલ્ક સેવા મળે અને બેકલોગ ઓછો થાય તેવા હેતુથી હોસ્પિટલમાં વધુ એક માળ બનાવવાના ચક્રો ગતિમાન કર્યા છે.
જેનું કામ આગામી સમય શરુ થશે તેવી આશા વ્યકત કરી હતી.ફાધર થોમસે એમ પણ જણાવ્યું હતું કે આ હોસ્પિટલમાં મા વાત્સલ્ય, મા અમૃતમ વગેરે કાર્ડ ધારક દર્દીઓને પણ અન્ય દર્દીઓ જેવી અત્યાધુનિક સારવાર મળી રહે જેથી આ હોસ્પિટલમાં કોઇ ભેદભાવ રાખવામાં આવશે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે દિવસમાં બે હાર્ટ સર્જરી કરી શકાય પરંતુ આ હોસ્પિટલમાં જરુરી જણાય તો રાત્રે પણ એટલે કે ત્રણ હાર્ટ સર્જરી પણ કરવામાં આવે છે જેમાં ડોકટરો, મેનેજમેનટ તેમજ ક્રાઇસ્ટ હોસ્પિટલનો સમગ્ર પરિવાર સતત કાર્યશીલ રહે છે તેમ પણ તેઓએ અંતમાં ઉમેર્યુ હતું.