અરજદારોને હવે લાંબી લાઈનમાં ઉભુ રહેવુ નહી પડે, વહીવટી તંત્રનું સરાહનીય પગલુ
જામનગર મહેસૂલ સેવા કેન્દ્રમાં કાર્યરત જનસેવા કેન્દ્રમાં બુધવારથી અરજદારોને ટોકન આપવામાં આવશે.ફોર્મ વિતરણ, દાખલા સહીતની કામગીરીમાં લાંબી લાઇનોમાંથી મુકિત અને અવ્યવસ્થા અટકાવવા જિલ્લા વહીવટીતંત્રએ પ્રાયોગિક ધોરણે અમલવારી કરવાનો નિર્ણય કર્યો છે.જો શહેરમાં ટોકનપ્રથા સફળ રહેશે તો જિલ્લાભરમાં અમલીકરણ કરવામાં આવશે.
જામનગરમાં શરૂસેકશન રોડ પર આવેલા મહેસુલ સેવા સદનમાં જનસેવા કેન્દ્રમાં જુદી-જુદી સહાયના ફોર્મ,દાખલા સહીતની કામગીરી કરવામાં આવે છે. જેના કારણે દરરોજ અરજદારોની લાંબી કતારો જોવા મળે છે.આટલું જ નહીં લોકોની ભીડના કારણે છાશવારે અવ્યવસ્થાની ફરિયાદો ઉઠતી રહે છે.ત્યારે અરજદારોને લાંબી લાઇનમાંથી મુકિત મળે અને અવ્યવસ્થા ન સર્જાય તે માટે જનસેવા કેન્દ્રમાં બુધવારથી અરજદારોને ટોકન આપવાનો નિર્ણય વહીવટીતંત્ર દ્વારા કરાયો છે. જે મુજબ દરેક અરજદારને ટોકન આપવામાં આવશે.
ટોકનમાં ક્રમ લખેલો હશે.ક્રમ મુજબ કામગીરી થશે જેથી અરજદારને લાઇનમાં ઉભું રહેવું ન પડે અને અવ્યવસ્થા પણ ન સર્જાય.