પુલવામામાં સીઆરપીએફ જવાનો પર જૈશ-એ-મોહમ્મદના હુમલાના ચાર દિવસ પછી ભારત અને પાકિસ્તાન કુલભૂષણ કેસમાં ફરી સામસામે આવી ગયા છે. પૂર્વ ભારતીય નેવી ઓફિસર જાધવને આપવામાં આવેલી મોતની સજા વિશે ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (આઈસીજે)માં સોમવારે સુનાવણી કરવામાં આવી છે. આ સુનાવણી ચાર દિવસ સુધી ચાલશે.
સોમવારે ભારતીય વકીલ હરીશ સાલ્વે અને મંગળવારે પાકિસ્તાનના વકીલ ખાવર કુરૈશી દલીલો રજૂ કરશે. ત્યારપછી ભારત 20 ફેબ્રુઆરીએ જવાબ આપશે અને ઈસ્લામાબાદ 21 ફેબ્રુઆરીએ તેમની છેલ્લી દલીલ રજૂ કરશે.
પાકિસ્તાનના સૈનિકોએ કુલભૂષણ જાધવની માર્ચ 2016માં બલુચિસ્તાનના પ્રાંતથી ધરપકડ કરી હતી. તેના પર અફઘાનિસ્તાનમાં જાસુસીનો આરોપ લગાવવામાં આવ્યો છે અને મિલટ્રી કોર્ટે 10 એપ્રિલ 2017માં મોતની સજા આપી છે. આ સજાને રોકવા માટે ભારતે આઈસીજેની મદદ માંગી છે. ત્યાર પછી કોર્ટે 2017માં જાધવની સજા પર રોક લગાવી હતી. જોકે પાકિસ્તાને કહ્યું છે કે, તેઓ કુલભૂષણની સજામાં ફેરફાર નહીં કરે.
Harish Salve in ICJ: Pakistan offered to allow Jadhav’s family to visit him, the terms were agreed & the meeting was held on 25th December, 2017. India was dismayed at the manner the meeting with Jadhav’s family was conducted & wrote a letter on 27 December marking its protest pic.twitter.com/NowhpGYZKy
— ANI (@ANI) February 18, 2019
કુલભૂષણના પરિવારજનો 2017માં તેને મળવા પાકિસ્તાન ગયા હતા. ત્યારે તેના પરિવારને પણ પરેશાન કરવામાં આવ્યો હતો. મુલાકાત દરમિયાન જાધવ અને પરિવાર પર સીસીટીવી કેમેરાથી નજર રાખવામાં આવી હતી અને તેમની વચ્ચે એક કાચની દિવાલ પણ રાખવામાં આવી હતી. આ ઉપરાંત કુલભૂષણ જાધવની પત્નીનું મંગળસૂત્ર અને ચપ્પલ પણ કઢાવી દેવામાં આવ્યા હતા.