આવતીકાલ(2 જૂલાઈ)થી વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે. 21 દિવસ સુધી ચાલના સત્રના પ્રથમ દિવસે જ નાણાંમંત્રી નીતિન પટેલ બજેટ રજૂ કરશે. લોકસભા અને વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ રજૂ થનારા આ બજેટમાં કેન્દ્રની નવી મોદી સરકારના 100 દિવસના એજન્ડા મુજબ, રોજગારી અને જીડીપી પર વધુ ધ્યાન આપવામાં આવશે.

ખાસ કરીને લઘુ અને મધ્યમ ઉદ્યોગકારોની સાથે કૃષિ અને પાણીને વધુ પ્રાધાન્ય અપાશે. આ સત્ર દરમિયાન વિરોધપક્ષ પણ સરકારને ભીંસમાં લેવા માટે વિવિધ મુદ્દાઓ તૈયાર કરી રહ્યો છે. ખાસ કરીને સુરત અગ્નિકાંડ, ખાતર-પાણી, દલિતોના મુદ્દે વિધાનસભામાં ભારે હંગામો થાય એવી શક્યતાઓ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.