શાલીભદ્ર સરદારનગર સ્થાનકવાસી જૈન સંઘનાં ઉપક્રમે તા.૧૫/૧/૨૦૧૯ને મંગળવારથી મા સ્વામી વિદ્યાસંપદા સહાય યોજના અને મા સ્વામી સ્વરોજગાર સહાય યોજનાનો પ્રારંભ રાષ્ટ્રસંત પૂ.નમ્રમુનિ મહારાજની પાવન પ્રેરણાથી થઈ રહ્યો છે, જેના સુકૃતકર્તા મુંબઈનાં બીનાબેન અજયભાઈ શેઠ પરીવાર છે. રાષ્ટ્રસંત પૂ.નમ્રમુનિ મહારાજની નિશ્રામાં યોજાયેલા માંના અજવાળા ભાવાંજલી કાર્યક્રમમાં જાહેર કરતા મા સ્વામી અનન્ય ભકત મુંબઈનાં અજયભાઈ અને બીનાબેન શેઠે નમ્રતાપૂર્વક જણાવ્યું હતું કે, નમા-સ્વામીએ આપેલ સાધર્મિક સહાય ભકિતનાં પાઠને કૃતાર્થ કરવા આ એક અવસર લઈ સમાજને યદ્કિંચિત પાછું આપવાની પ્રક્રિયાનો આ એક ભાગ છે તથા શાલીભદ્ર સરદારનગર સ્થાનકવાસી જૈન સંઘનાં હરેશભાઈ વોરાએ જવાબદારી લઈ આ કામ સુપેરે સંપન્ન કરવાની નેમ રાખેલ છે.
ડુંગર દરબાર ખાતે ગોંડલ સંઘાણી સંપ્રદાયનાં પ્રવર્તિની ચારિત્ર જયેષ્ઠા નમાં સ્વામીથ બા.બ્ર.જયવિજયાજી મહાસતીજીને પ્રથમ પૂણ્યતિથિએ ભાવાંજલિ કાર્યક્રમ નમાંના અજવાળાથ યોજાયેલ જેમાં માં સ્વામી બા.બ્ર.જયવિજયાજી મહાસતીજીનાં અનન્ય ભકત બીનાબેન અજયભાઈ શેઠ (શાયન-મુંબઈ)ના સહયોગથી રાષ્ટ્રસંત બા.બ્ર.પૂ.નમ્રમુનિ મહારાજે મા સ્વામી વિદ્યાસંપદા સહાય યોજના અને મા સ્વામી રોજગાર સહાય યોજના જાહેર કરેલ.
બા.બ્ર.જયવિજયાજી મહાસતીજી (મા સ્વામી)નો પરિચય
તેઓના જન્મ બિહાર રાજયનાં ભોજુડી ગામમાં થયેલ, માત્ર ૧૬ વર્ષની ઉંમરે જ પૂ.આચાર્ય પુરૂષોતમજી મહારાજ પાસે દીક્ષા ગ્રહણ કરેલ એવા તેમનો દીક્ષાપર્યાય ૭૮ વર્ષનો હતો. મા-સ્વામી માટે ધર્મ એટલે જીવન જીવવાની કળા. એમના જીવનનું મુળભુત સુત્ર હતું નજતું કરતા શીખોથ, જૈન ધર્મના ચાર પાયા દાન, તપ, શીલ અને ભાવ ઉપર એમનું જીવન પ્રતિષ્ઠિત હતું. મા-સ્વામી હંમેશા કહેતા કે મુળ વૃતિ લોભ જ છે, બાકીની બધીવૃતિઓ એમાંથી જ જન્મે છે, પછી ભલે એને આપણે લોભ, રાગ કે પરિગ્રહ કહીએ, લોભ છે તો ક્રોધ આવે, માયા જાગે, અભિમાન પણ જન્મે. તપનાં આગ્રહી એવા તેઓએ તપ દ્વારા ઈન્દ્રીયો ઉપર સંયમ મેળવીને તેની શુદ્ધતા કરેલ. ભાવશુદ્ધિનાં પ્રરૂપ્રક એવા તેઓની રગેરગમાં સેવા-શીલ-સદાચારની સૌરભ ફેલાયેલ. સંવેદનશીલતા, મુદુતા, નિરપેક્ષતા વિગેરે ગુણો તેમના સ્વભાવરૂપ હતા. બન્ને યોજના માટે અરજદારે સંસ્થાના નિયત ફોર્મમાં જ અરજી કરવાની રહેશે. જેમાંથી શિક્ષણ તથા રોજગાર સહાય અન્વયે પ્રાથમિક નિયમાવલીની જાણ પણ થઈ શકશે. આ ફોર્મ શ્રી શાલીભદ્ર સરદારનગર સ્થાનકવાસી જૈન સંઘ કાર્યાલય, ૯/૧૪ સરદારનગર, રાજકોટ ખાતેથી દિનાંક ૧૫ જાન્યુઆરી, ૨૦૧૯ થી સવારે ૧૦ થી ૧૨ તથા સાંજે ૪ થી ૬ દરમ્યાન મળી શકશે.