ઓનલાઈન બુકિંગ ઉપર ૬ ટકા જેટલું ડિસ્કાઉન્ટ મળશે
રાજકોટ એસટી ડિવિઝન દ્વારા રાજકોટથી બરોડા રૂટ ઉપર અત્યાર સુધી કુલ બે વોલવો દોડતી હતી. આજથી વડોદરા રૂટ પર વધુ એક ત્રીજી વોલવો દોડશે. હાલમાં રાજકોટથી બરોડા બે વોલવો પૈકી એક સવારે ૬:૩૦ કલાકે અને બીજી બપોરે ૩:૩૦ કલાકની વોલવોને ખુબજ સારો પ્રતિસાદ મળતા એસટી નિગમ દ્વારા મુસાફરોના ધસારાને ધ્યાને રાખીને સારી સુવિધા ઉપલબ્ધ કરાવવા આજથી વધુ એક વોલવો બપોરે ૨ કલાકે દોડાવવાનું શરૂ કર્યું છે.
આ વોલવો રાજકોટથી બપોરે ૨:૦૦ વાગ્યે ઉપડશે અને રાત્રીના ૮:૦૦ કલાકે બરોડા ખાતે પહોંચાડશે. ત્યારે બરોડાથી પરત આવવામાં આ વોલવો બીજી દિવસે સવારે ૭:૩૦ કલાકે ઉપાડીને બપોરે ૧:૧૫ કલાકે રાજકોટ પહોંચાડશે
અને આ બસનું ભાડુ રૂ.૫૬૪ જેટલુ રાખવામાં આવ્યું છે.
આ ઉપરાંત એસટી નિગમ દ્વારા જીએસઆરટીસીની વેબસાઈટ પરથી કે મોબાઈલ એપ્લીકેશનથી આ વોલવોના ઓનલાઈન બુકિંગ પર ૬ ટકા જેટલું ડિસ્કાઉન્ટ પણ મળશે. આ વોલવો રાજકોટથી ચોટીલા હાઈવે ત્યારબાદ લીંબડી, નડીયાદ, આણંદ થઈને બરોડા જશે. શહેરના શાસ્ત્રીમેદાન ખાતેના હંગામી એસટી બસ સ્ટેન્ડના વોલવો વેઈટીંગ ‚મ ખાતે પણ સવારે ૬:૦૦ થી રાત્રીના ૧૦:૦૦ કલાક સુધી એડવાન્સ બુકિંગ કાઉન્ટર શ‚ કરાયું છે. ત્યાંથી પણ ટીકીટ બુક કરાવી શકાશે.
આ ઉપરાંત નવી એસટી વોલવો બસનું ભાડુ રાજકોટથી બરોડા માટે ૫૬૪, રાજકોટથી આણંદ માટે ૪૯૧, રાજકોટથી નડીયાદ માટે ૪૪૮, રાજકોટથી લીંબડી માટે ૨૨૪ અને રાજકોટથી ચોટીલા માટે ૯૩ રૂપિયા ભાડુ રાખવામાં આવ્યું છે અને આ તમામ ઓનલાઈન બુકિંગ પર ૬ ટકા જેટલું ડિસ્કાઉન્ટ મળશે.