નીટના પરિણામો મુજબ મેડિકલ, ડેન્ટલ, હોમિયોપેથી, આયુર્વેદ અને નેચરોપેથી જેવા કોર્ષમાં એડમીશન અપાશે
રાજયભરમાં આજથી મેડીકલ, ડેન્ટલ, હોમિયોપેથીક, આયુર્વેદ અને નેચરોપેથી જેવા કોર્ષની એડમિશન પ્રક્રિયા શરુ થઇ ચુકી છે. આયુર્વેદ યોગ અને નેચરોપેથી મીનીસ્ટ્રીએ જણાવ્યું હતું કે અંડર ગ્રેજયુએટ આયુશ એડમીશનો નીટની પરીક્ષાના માપદંડો પરથી લેવાયા છે. આયુર્વેદ, હોમિયોપેથી અને નેચરોપેથી જેવા આયુશ એડમીશન અંગે મંત્રાલયે નોંઘ્યુ કે આયુશ યુજીના એડમીશન અંગે ઘણાં રાજયોની પ્રવેશ પ્રક્રિયાઓમાં અડચણ આવી રહી છે. કારણ કે તેઓ નીટની મેરીટ લીસ્ટ અને કવોલીફાઇ ક્રાઇટેરીયાને ઘ્યાનમાં લેતા નથી.
વધુમાં તેમણે ઉમેર્યુ કે જનરલ કેટેગરીના વિઘાર્થીઓએ નીટમાં પ૦ ટકા મેળવવા પડે છે. અને નીટના સર્કયુલર મુજબ કુલ ૧૧૯ માર્કે પાસ થઇ જાય છે. ત્યારે આરક્ષણની કેટેગરીના વિઘાર્થીઓએ ૪૦ ટકા પર્સનટાઇલ મેળવવાના હોય છે જેમાં કુલ ૯૬ માર્કસથી પરીક્ષા કલીયર ગણવામાં આવે છે. કમીટીમાં અધિકારીઓએ જણાવ્યું હતું કે આયુશ યુનિવર્સિટીઓની પ્રવેશ પરીક્ષા માટે ગુજરાતે કોઇપણ કટ ઓફ રાખ્યું નથી.
અને જે વિઘાર્થીઓ પરીક્ષા પાસ કરી ચુકયા છે. તેઓ મેનેજમેન્ટ કવોટા માટે પણ યોગ્ય છે. અધિકારીઓના રિપોર્ટ મુજબ કુલ ૪૫૦ બોર્ડ વિઘાર્થીઓ છે જે પ૦માં પર્સનટાઇલ નિયમો પ્રમાણે પાસ થઇ ચુકયા છે.