અબતક,રાજકોટ

ગઈકાલથી દેરાવાસીઓનાં પર્યુષણ પર્વનો મંગલ પ્રારંભ થયો છે તો આજથી સ્થાનકવાસી જૈનો પર્યુષણ પર્વ ઉજવશે. પર્યુષણ પર્વ દરમ્યાન સ્થાનકવાસી જૈનો ઉપાશ્રયમાં જઈ ભકિતભાવપૂર્વક પૂજન-અર્ચન-આરાધના કરશે. શ્રાવક શ્રાવિકાઓ ભગવાનની સન્મુખ પ્રાર્થના-સામાયિક-વ્યાખ્યાન જપ,તપ કરી પૂણ્યનું ભાથું બાંધશે આગામી તા.૧૧મી સપ્ટેમ્બરને શનિવારે સવંત્સરી પર્વ છે. સવંત્સરીના અગાઉના દિવસોમાં આરાધકો જીવમાત્રની અંત:કરણપૂર્વક ભાવપૂર્વક ક્ષમાપના કરશે. આજથી શ‚ થયેલા પર્યુષણ પર્વમાં જૈનો પોતાની જાતને વિશુધ્ધ કરી સ્વનું અને જગતનું કલ્યાણ ઈચ્છતા હોય છે. વર્ષ દરમ્યાન કરેલા કર્મોનું ઓડિટ કરવાના દિવસો એટલે પર્યુષણ પર્વ. પર્યુષણ પર્વમાં જીવદયા અને સધર્મિક ભકિત કરી જૈનો પૂણ્યનું ભાથુબાંધે છે.પર્વાધિરાજ પર્યુષણમાં ભગવાનને લાખેણી આંગી તથા અવનવો શરગાર કરવામાં આવશે. જેના ભાવિકો દર્શન કરી પવિત્રતા અનુભવશે.

પર્યુષણ પર્વ દરમ્યાન વહેલી સવારે ભકતામણ, બપોરે વ્યાખ્યાન, સામાયિક, આલોચના, પ્રતિક્રમણ, અને સાંજી સહિતના કાર્યક્રમો આયોજીત થયા છે. પર્યુષણ બાદ સવંત્સરીનો પર્વ એટલે જીવદયાની પ્રવૃત્તિ કરવાનો અવસર, આ પ્રસંગે જૈનો ફુલ નહિ તો ફૂલની પાંખડી ‚પે દાન-પૂણ્ય, જીવદયા પ્રવૃત્તિ કરી સત્કર્મોનું ભાથુબાંધે છે.

પર્વાધિરાજ પર્વોમાં પર્યુષણ છે શિરતાજ: પૂ. ધીરજમૂનિ મ.સા.

પર્વાધિરાજ પર્યુષણનું મહત્વ સમજાવતા પૂ. ધીરજમૂનિ મહારાજ સાહેબ જણાવે છે કે જૈન ધર્મ આત્માની ઓળખનો ધર્મ છે. અહિંસા તેનો પ્રાણ છે. આત્માને જાણવો અને ઓળખવો અને એના માટે પુ‚ષાર્થકરવો એ એનાં સિધ્ધાંતનું મુળ છે. સર્વ પ્રયત્નોનું ફળ છે. દેહ અને આત્મા એટલા એકાકાર બની રહેલા છે કે, પ્રાય: કરીને માનવી દેહને જ વધુને વધુ મહત્વ આપે છે. દેહના ક્ષણિક શુખો માટે રાત-દિવસ મહેનત કરવામાં આવે છે. ઈન્દ્રિયોના વિષયો મનને બહેકાવે તેવા પ્રયત્નો કરવામાં આવે છે.પર્યુષણ પર્વનો પેગામ છે કે,દેહ અને આત્મા એક નથી. દેહ જુદો છે અને આત્મા જુદો છે. દેહ સાધન છે, આત્મા સાધ્ય છે.પધારો પર્વાધિરાજ. તમે છો અમારા શિરતાજ, સંયમ તપના સજવા સાજ, લેવા છે મુકિત સુખના રાજ, દેહ મંદિરમાં સર્વવ્યાપી એવા આત્માની પિછાણ કરવા માટે માનવીએ અભય, અહિંસા અને પ્રેમભાવ જીવનમા કેળવવાના છે.

ઉપાશ્રયો કે મંદિરોમાં જવા માત્રથી કલ્યાણ થવાનું નથી પરંતુ આવા તારક અને જીવંત સદગુ‚ના શરણે જવાથી આપણું દિલ પણ એક મંદિર બની જશે. પ્રેમી બનકર પ્રેમસે જિનવર કે ગુણ ગાયા કરો, મન મંદિરમેં ગાફિલે જાડુ રોજ લગાયા કરો.આત્માને ઓળખવા માટે મનના કચરાને સાફ કરવો પડશે. ક્રોધ-માન-માયા અને લોભના ચકકરમાંથી બહાર નીકળવું પડશે. આપણું મન જ દુ:ખ ઉભુ કરે છે. વ્યકિતના જીવનમાં સાચી સમજ આવે તો આ જગતમાં દુ:ખ જેવી કોઈ ચીજ રહેશે જ નહીં. મુસીબતોથી ભાગવાની નહીં તેમાં જાગવાની જ‚ર છે. મહાપુ‚ષોએ નાશવંત એવા દેહની દરકાર કર્યા વિના શાશ્ર્વત એવા આત્માની ઓળખ કરવા કર્મ સામે કેસરીયા કરીને વિજય પ્રાપ્ત કરેલ છે. આપણે કયારે કરીશું?

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.