સૌરાષ્ટ્રભરના મંદિરોમાં હોમ-હવન, પુજા-અર્ચના સહિતના ધાર્મિક કાર્યક્રમો: મંદિરો ફુલો, ધજા-પતાકા, રોશનીના શણગારથી ઝળહળી ઉઠયા: માર્ંને પ્રસન્ન કરતા માતાજીના મંદિરોમાં દર્શનાર્થે ભકતોની લાંબી લાઈનો
ચૈત્ર સુદ એકમ એટલે કે આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે. માઈભકતો ઠેર-ઠેર માતાજીના દર્શનાર્થે ઉમટી રહ્યાં છે. આજથી શરૂથયેલી ચૈત્રી નવરાત્રીમાં નવ દિવસ ઘણા લોકો ઉપવાસ કરે છે. તેમજ કુળદેવ ર્માંની પુજા, અર્ચના, આરાધના શ્રદ્ધાભેર કરવામાં આવે છે. ચૈત્ર મહિનામા માતાજીની ઉપાસનાથી સુખ-સમૃદ્ધિની સાથો સાથ મુકિત પણ પ્રાપ્ત થાય છે.
આ ઉપરાંત આ મહિનો પિતૃ મહિનો ગણાતો હોય ઘણા આસ્થાળુઓ પિતૃ કાર્ય કરે છે. તેમજ સુર્યદેવ પણ પોતાનું સંપૂર્ણ તેજ અવની પર પાથરતાં હોય સુર્યનારાયણની પુજા કરવી શ્રેષ્ઠ ગણાય છે. આ મહિનામાં અનેક જગ્યાએ માતાજીના હોમ-હવન તો નવરંગા માંડવાના આયોજનો થાય છે. ચૈત્રી નવરાત્રી દરમ્યાન રાજકોટમાં પેલેસ રોડ પરના આશાપુરા મંદિર, કાગવડનું ખોડલધામ, સિદસરનું ઉમિયાધામ વગેરે પ્રસિઘ્ધ મંદિરોને રોશનીનાં ઝળહળાં, માતાજીને અવનવા શણગાર, યહી જેવા ધાર્મિક કાર્યક્રમોના આયોજનો થયાં છે.
ખાસ કરીને ચૈત્રી નવરાત્રીના પ્રારંભે શનિ-રવિ રજા દિવસો હોય માઈભકતો અનેરો લ્હાવો લેવા ઉમટી પડયા છે. ચૈત્રી સુદ એકમ વણજોતું મુહૂર્ત હોય અનેક શુભકાર્યો થાય છે. આજથી નવ દિવસ ભકતો માતાજીની પુજા-અર્ચનામાં લીન બનશે.
રાજકોટના આશાપુરા મંદિરે માતાજીને સુંદર શણગાર કરાયો છે. મંદિર રોશનીથી ઝળહળી રહ્યું છે. માઈભકતોની ર્માં આશાપુરાને પ્રસન્ન કરવા દર્શનાર્થ માટે મોટી લાઈનો લાગી છે.