રાજય સરકાર દ્વારા ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. શાળાકક્ષાએ અંડર-૯, અંડર-૧૧, અંડર-૧૪ અને અંડર-૧૭ની વયજૂથમાં ખેલ મહાકુંભની એથ્લેટિકસની રમતમાં તમામ શાળાઓએ ફરજિયાત ભાગ લેવાનો રહેશે.

અંડર-૯, અંડર-૧૧, અંડર-૧૪ અને અંડર-૧૭ તથા ઓપન એઇજ વયજૂથમાં શાળામાં અભ્‍યાસ કરતાં ખેલાડીઓએ જે-તે શાળામાંથી રજીસ્‍ટ્રેશન કરવાનું ફરજિયાત રહેશે. કોલેજમાં અભ્‍યાસ કરતા ખેલાડીઓએ જે-તે કોલેજ મારફતે રજીસ્‍ટ્રેશન કરી શકશે. ખેલ મહાકુંભની અંડર-૯ અને અંડર-૧૧ વયજૂથની શાળાકક્ષાની વ્‍યક્તિગત રમત સ્‍પર્ધામાંથી ૧ થી ૩ ખેલાડીઓ તાલુકાકક્ષાની સ્‍પર્ધામાં ભાગ લઇ શકશે. ખેલમહાકુંભની અંડર-૯ અને અંડર-૧૧ વયજૂથની તાલુકાકક્ષાની સ્‍પર્ધામાં ૧ થી ૮ ખેલાડીઓની ટેલેન્‍ટ આઇડેન્‍ટીફિકેશન માટે પસંદગી કરવાની રહેશે.

શાળાકક્ષાની સ્‍પર્ધાઓઃ

તા.૧૯ સપ્‍ટેમ્‍બર-૨૦૧૮થી શાળાકક્ષાએ સ્‍પર્ધાઓ યોજવામાં આવશે. તા.૨૧ સપ્‍ટેમ્‍બર-૨૦૧૮ સુધીમાં એથ્લેટિકસ, કબડ્ડી, વોલીબોલ, ખો-ખો, રસ્‍સાખેંચ સ્‍પર્ધા યોજાશે.

ગ્રામ્યકક્ષાની સ્‍પર્ધાઓઃ

તા.૧૯ સપ્‍ટેમ્‍બર-૨૦૧૮થી ગ્રામ્યકક્ષાએ સ્‍પર્ધાઓ યોજવામાં આવશે. તા.૨૧ સપ્‍ટેમ્‍બર-૨૦૧૮ સુધીમાં એથ્લેટિકસ, કબડ્ડી, વોલીબોલ, ખો-ખો, રસ્‍સાખેંચ સ્‍પર્ધા યોજાશે.

તાલુકાકક્ષાની સ્‍પર્ધાઓઃ

તા.૨૨ સપ્‍ટેમ્‍બર-૨૦૧૮થી તાલુકાકક્ષાએ સ્‍પર્ધાઓ યોજવામાં આવશે. તા.૨૬ સપ્‍ટેમ્‍બર-૨૦૧૮ સુધીમાં યોગાસન, ચેસ, શુટીંગબોલ, રસ્‍સાખેંચ, વોલીબોલ, કબડ્ડી, ખો-ખો અને એથ્લેટિકસ સ્‍પર્ધા યોજાશે.

જિલ્‍લાકક્ષાની સ્‍પર્ધાઓઃ

તા.૨૨ સપ્‍ટેમ્‍બર-૨૦૧૮થી જિલ્‍લાકક્ષાની સ્‍પર્ધાઓ યોજવામાં આવશે જે તા.૮ ઓકટોબર-૨૦૧૮ના રોજ પૂર્ણ થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે www.khelmahakumbh.org પર ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તા.૩૧ ઓગષ્‍ટ-૨૦૧૮ છે. વધુ વિગતો માટે સંબંધિત શાળાના આચાર્યશ્રીઓ, વ્‍યાયામ શિક્ષકશ્રીઓ અને જિલ્લા રમતગમત કચેરી-અમરેલીનો સંપર્ક સાધવા, જિલ્‍લા રમત ગમત અધિકારીશ્રી-અમરેલીની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્‍યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.