એક હજાર કાર્તિક સ્નાન, એકસો માધ સ્નાન, એક કરોડ વૈશાખી સ્નાન બરાબર ‘એક કુંભ સ્નાન’
અગ્નિ, કુર્મ, વારાહ, મત્સ્ય આદિ, પુરાણો, હરિવંશ લિંગ, શ્રીમદ્દ ભાગવત, મહાભારત વગેરે મહાગ્રંથોમાં કુંભ મહાપર્વની મહેકતી ગાથા
ગંગેેત્વ દર્શનાત મુકિત, ગંગા શિવસ્વરૂપિણી છે. હરિદ્વાર શ્રી વલ્લભા છે. આના દર્શન માત્રથી દુર દોષો દૂર થાય છે. અને સર્વત્ર મંગલ વર્તાય છે. જે મનુષ્ય કુંભ મેળામાં સ્નાન કરે છે તે સંસાર બંધનોથી મુકત થઇ જાય છે (વિષ્ણુયાગ)
કહેવાય છે કે એક હજાર કાર્તિક સ્નાન, એક સો માધ સ્નાન અને નર્મદા મૈયાના એક કરોડ વૈષાખી સ્નાન બરાબર એક કુંભ સ્નાન એક હજાર અશ્ર્વ મેધયજ્ઞ, એકસો વાજપેય યજ્ઞ અને પૃથ્વીની એક લાખ વાર, પ્રદક્ષિત બરાબર એક કુંભ સ્નાન (વિષ્ણુપુરાણ) કુંભમાં જપ, તપ, દાન અને શ્રાઘ્ધકર્મ કરવાથી તમામ પાયોનો ક્ષય થાય છે. (વાસુ પુરાણ) આ છે કુંભની મહિમા અને મહત્તાનો આછેરો અણસાર
આપણી વૈદિક સંસ્કૃતિનો વિકાસ ઋષિ, મુનિ, મહર્ષિઓના પુનિત પ્રતાપ અને પાવન પગલાથી જ પ્રારંભ થયો છે. આપણા આર્ષ દ્રષ્ટા ઋષિ મુનિઓએ પોતાના તણો તે જ વડે સમસ્ત જગતને જ્ઞાન પ્રકાશ દ્વારા પ્રકાશિત અને પ્રભાવિત કરેલ છે. આ પરંપરા અને વૈદિક, પૌરાણિક, ગ્રંથો, જયોતિ વિજ્ઞાન, અને પ્રાચીન સાહિત્યના આધારે આ મહાકુંભ પર્વની પ્રાચીનતાની પ્રતિતિ થાય છે. અગ્નિ, કુર્મ, વારાહ, મત્સ્ય આદિ પુરાણો, હરિવંશ લિંગ, શ્રીમદ્દ ભાગવત, મહાભારત વિ. મહાગ્રંથોમાં પણ કુંભ મહાપર્વની ગહેકતી ગાથા અને મોંધેરી મહિમા અને મહત્તા મહેકે છે.
આ આર્ષ ગ્રંથોની અતિરિકત ઐતિહાસિક ગ્રઁથોમાં દ્રષ્ટિયાન કરતા સર્વ પ્રથમ ઇ.સ. 606 માં કુંભ મેળાનો ઉલ્લેખ મળે છે.