વિશ્વભરમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસને ભારતમાં ફેલાતો અટકાવવા અગમચેતીનાં પગલા રૂપે દેશવ્યાપી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકડાઉનનાં કારણે ભારતમાં વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં કોરોનાથી ઓછી માનવ ખૂવારી થવા પામી છે. પરંતુ વિશાળ વિસ્તારનાં કારણે દેશભરમાં કોરોનાના કેસો દિન પ્રતિદિન બહાર આવતા રહે છે. જેથી કેન્દ્ર સરકારને લોકડાઉનના સમયગાળામાં ત્રણ વખત વધારો કરવો પડયો છે. વધતા લોકડાઉનના સમયગાળાના કારણે પહેલેથી મંદ પડેલા દેશના અર્થતંત્રને ભારે નુકશાની વેઠવી પડી રહી છે. જેથી કેન્દ્ર સરકારે માંદગીના બિછાને પડેલા અર્થતંત્રને ધબકતુ કરવા શહેરી વિસ્તાર બહારનાં ઔદ્યોગિક એકમોને અમુક શરતોને આધીન ફરીથી પ્રારંભ કરવાની મંજૂરી આપી છે. આ મંજૂરીના પગલે રાજકોટના ઔદ્યોગિક વિકાસમાં મહત્વનો ભાગ ભજવનારા શાપર-વેરાવળ ઔદ્યોગિક ઝોનના મોટાભાગના ઔદ્યોગિક એકમો ધમધમવા લાગ્યા છે. પરંતુ, લોકડાઉનના કારણે આ ઉદ્યોગોને અનેક સમસ્યાઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે. જેની ‘અબતક’ની ટીમ દ્વારા શાપર-વેરાવળ ઔદ્યોગિક ઝોનનું ગ્રાઉન્ડ ઝીરો રીપોર્ટીંગ કરીને સ્થિતિનો કયાસ મેળવ્યો હતો.
અબતક સાથેની વાતચિત દરમિયાન એસપ્રેસ એગ્રો એન્જીનીપર્સના માલીક અજયભાઇ આરદેસણાએ જણાવ્યું હતું કે લોકડાઉન થવાને કારણે ધંધાને ખૂબ અસર થઇ છે.
૨૦ તારીખ મંજૂરી મળતા પરંતુ અમને ૨૭એ મંજૂરી મળતા અમે ત્યારે શરૂ કરેલ. પરંતુ હાલમાં પ્લાન્ટ શરૂ તો કરેલ પરંંતુ રો-મટીરીપણ, બેરીંગ નથી મળતાં પરંતુ હવે ધીમે ધીમે મળતું રહે છે. સમયસર નાણા નહી મળે તેથી આર્થિક સમસ્યા પર રહેશે. અમારે ત્યાં યુપી, બીહારના જ વધુ કારીગરો છે. અમે તેમને સાચવીએ છીએ. અને તમામ હાલ કામ કરી રહ્યા છીએ. હાલ અમે પંચાસ ટકા સ્ટાફ સાથે નીયમોનું પાલન કરી ઉદ્યોગો શરૂ કર્યા છે. અમારો ધંધો પેગ્રીકલ્ચર પર આધારીત છે. અત્યારે ઘઉં, બાજરી, જુવાર, ધાણા, જીરાનો પાક ખેડૂતોને આવેલ તેને સફાઇ કરવાના પ્લાન બનાવીએ આટો પ્લાન પણ બનાવીએ છીએ. અમારા ઉદ્યોગો માટેની ઘણી સારી તકો રહેશે. બહારથી ઇમ્પોર્ટ કરતાં હતાં. તે લોકલ તો ઉદ્યોગોને વેગ મળશે. સરકાર મધ્યમ વધુ ઉદ્યોગોને જીએસટીમાં રાહત આપે. અમારા સપ્લાપર્સને ખોલવાનો મોકો આપે. તો જ તેઓ અમને સપ્લાય કરી શકશે. અને અમે આગળ સપ્લાય કરીશું. વીજળીના બીલના યુનીટમાં ઘટાડો કરવામા: આવે તો અમે ફરીથી ઉભા થઇ શકીશું.