Why We Celebrate Valentine Day…???
વેલેન્ટાઇન ડે એક પ્રેમનો સંદેશો આપતો દિવસ છે અને દુનિયાભરનાં પ્રેમીઓ આ દિવસે પોતાનાં પ્રેમનો ઇઝહાર કરવાનું ચૂંકતા નથી પરંતુ એ પ્રેમનાં પ્રદર્શનમાં આ દિવસના ઇતિહાસને કદાચ ભૂલી જાય છે અથવા તો એ ઇતિહાસને જાણતા જ નથી.
ખરેખર તો આ દિવસનાં ઇતિહાસમાં ક્રૂરતા, નફરત રહેલી છે તો આવો જાણીએ કે શું છે આ દિવસનો ઇતિહાસ.
આ દિવસની શરુઆત રોમની ત્રીજી સદીનાં અત્યાચારી રાજાથી થાય છે, જેનું નામ ક્લઉડિયસ હતું. તે જમાનામાં લગ્નને એટલું મહત્વ ન હોતુ અપાતુ. જેવુ ફિલ્મોમાં પણ દર્શાવાયુ છે કે જુના જમાનામાં પુરુષોને લગ્ન કર્યા બાદ પણ લગ્નેતર સંબંધો રાખવામાં કોઇ ભય ન હોતો રહેતો. એવી જ પરિસ્થિતિ રોમનાં આ ક્લાઉડિયર રાજાનાં શાસન કાળ દરમિયાન હતી. જેમાં એ રાજા ખુદ લગ્નનાં વિરોધી હતો. તેનું માનવું હતું કે એક સીંગલ સૈનિક કે જે લગ્ન નથી કરતો યુધ્ધમાં વધુ સારુ પ્રદર્શન કરી શકે છે. કારણ કે જ્યારે પરિણિત સૈનિક જ્યારે યુધ્ધમાં જાય છે તો તેનું ધ્યાન પોતાની પત્ની અને પરિવાર તરફ વધુ કેન્દ્રિત થાય છે અને યુધ્ધમાં જો તેને કંઇ થયું તો તેના ઘર પરિવારને કોણ સંભાળશે ? આ કારણોસર તે યુધ્ધનાં મેદાનમાં વિચલિત થાય છે. જેના માટે રોમનાં રાજા ક્લાઉડિસે એક નિયમ બહાર પાડ્યો રાજ્યમાં કોઇપણ સૈનિક લગ્ન નહિં કરે. અને જે આ નિયમ નહિં માને તેને ખૂબ જ આકરી સજા કરવામાં આવશે.
રાજાએ પોતાનો હુકમ તો સંભળાવી દીધો પરંતુ તેનાં આવા નિયમથી તેની પ્રજા ખૂબ જ પરેશાન હતી. દરેક સૈનિક દુ:ખી હતો. રાજાનાં ડરથી કોઇ તેને અવગણવાની હિંમત નહોતા કરી શકતા. અને મૂંગે મોઢે બધુ સહન કરતો હતા. અને કહેવાય છે ને કે જ્યારે દુરાચારનો ઘડો ભરાય છે ત્યારે તેનો અંત કરવા જરુર કોઇ આવે છે અને તેવી જ રીતે રોમનાં સંત મહાત્મા વેલેન્ટાઇનને પણ આ બાબત યોગ્ય ન લાગતા તેનો વિરોધ કર્યો હતો. જેના પગલે તેને રાજાથી છુપી રીતે સૈનિકોની મદદ કરવાનું શરુ કર્યુ હતું.
જે જે સૈનિકો લગ્ન કરવાની ઇચ્છા ધરાવતા હતા તેને સૌને સંત વેલેન્ટાઇનએ મદદ કરી હતી. અને તેનાં લગ્ન કરાવ્યા હતા. જેનાથી અનેક સૈનિકો ખુશ હતા. જેને કંઇપણ મુશ્કેલી હતી તે સૌ આ સંત પાસે મદદ લેવા પહોંચી જતા હતા.
પરંતુ કહેવાય છે ને કે સત્ય જાજો સમય છૂપુ નથી રહી શકતુ. અને આ વાતની જાણ એ અત્યાચારી રાજા સુધી પહોંચી ગઇ હતી. અને ખબર પડી હતી કે આ સંત તેના હુકમનાં વિરુધ્ધનું વર્તન કરી રહ્યો છે. તે સમયે સંત વેલેન્ટાઇનને દરબારમાં બોલાવવામાં આવ્યા, સજાનાં સ્વરુપમાં ‘સજા એ મોત’ મળી હતી. બાદમાં તે સંત મોતની રાહ જોતા જેલવાસ ભોગવી રહ્યાં હતા. દિવસો પર દિવસો વિતી રહ્યાં હતાં. અને જેલનો જેલર અસ્ટેરીયસ જેને એક આંધળી દિકરી હતી. અને તેને સંત વેલેન્ટાઇનને વિનંતી કરી તે પોતાની આંધળી દિકરીની આંખોની રોશન લાવી દે.
સંત મહાત્માએ તેની શક્તિથી એ યુવતીની આંખોની રોશની ઉજાગર કરી તેની મદદ કરી હતી.
અને આ ઘટના બાદ તે યુવતી અને સંત વેલેન્ટાઇન વચ્ચે સારી મિત્રતા કેળવાઇ હતી. અને એ મિત્રતા ક્યારે પ્રેમમાં પરિણમીએ તે બંનેને ખબર જ ન રહી. આ બધાની વચ્ચે સંત વેલેન્ટાઇનની સજાએ મોતનો દિવસ નજીક આવતો ગયો જેનાથી એ યુવતી ખૂબ જ પરેશાન થવા લાગી હતી. અને તે આઘાતમાં આવી ગઇ. ૧૪ ફેબ્રુઆરીએ સંત વેલેન્ટાઇનની ફાંસીનો દિવસ હતો. અને એ દિવસે જેલર પાસે સંતે કલમ અને કાગળ મંગાવ્યા. સંતે તે યુવતીને એક પત્ર લખ્યો. જેનાં અંતમાં તેને ‘તારો વેલેન્ટાઇન’ તેવું લખ્યુ જે શબ્દો અમર થઇ ગયા. જે આજે પણ પ્રેમી યુગલો ૧૪ ફેબ્રુઆરીનાં દિવસે પૂછે છે ” will you be my valentine…..