હવે ત્રીજી બેલની રાહ જોઈએ છીએ…

લોકો હવે જાગૃત થયા છે જે સાવચેતી સાથે મનોરંજન માણશે; ઓ.ટી.ટી. પ્લેટફોર્મ રજૂ થનાર ગુજરાતી ફિલ્મોને પણ સબસીડીનો લાભ મળવો જોઈએ

વર્ષો પહેલા દૂરદર્શનની ખૂબજ પ્રચલીત ‘હસરતે’ સિરીયલમાંથી પ્રસિધ્ધ થનારા રૂપકડા ટીવી ફિલ્મો તથા નાટ્ય ક્ષેત્રે સક્રિય કાર્યરત ધર્મેશ વ્યાસે અબતક સાથેની વાતચિતમાં જણાવેલ કે હવે બહું થયું અમો લોકો હવે ત્રીજી બેલની રાહ જોઈ રહ્યા છીએ. કોરોના મહામારીએ બધા સેકટરમાં મુશ્કેલી ઉભી કરી છે.

ધર્મેશ વ્યાસે વધુમાં જણાવેલ કે બધુ જ સરકારે ખોલી નાખ્યું છે. ત્યારે થિયેટરો, નાટ્ય ગૃહો શુ કામ નહી આજે તો લોકો જાગૃત થઈ ગયા છે તે સાવચેતી રાખીને મનોરંજન માણશે સરકારે પણ ચોકકસ ગાઈડલાઈન પણ બહાર પાડીને આ કલાકારોને રાહત આપવાની જરૂર છે.

કલાકારો સ્વમાની હોવાથી કોઈ આગળ હાથ લાંબો કરતો નથી. શુટીંગ ચાલુ થયું છે પણ ફિલ્મ બતાવે કયાં ? થિયેટરો બંધ છે. ઓ.ટી.ટી. પ્લેટ ફોર્મ ઉપર રજૂ કરે તો તે ગુજરાતી ફિલ્મને સબસીડીનો લાભ અપાતો નથી. જો તાત્કાલીક સરકાર આ બાબતે વિચારશે નહી તો આ ઈન્ડસ્ટ્રીઝ ખતમ થઈ જશે જેને પછી ઉભી કરવામાં ઘણીવાર લાગશે તેમ ધર્મેશ વ્યાસે વધુમાં જણાવેલ છે.

મોટા કલાકારો કમાયને બેઠા છે. ને નાના કલાકારોને તમામ કલાકારો ભેગા મળીને મદદ કરે છે.પરંતુ વચ્ચેના કલાકારો સ્વમાનને કારણે પારાવાર મુશ્કેલીઓ વેઠી રહ્યા છે. માટે સરકારશ્રી એ કલાકારો માટે ત્વરીત પગલા લેવાની જરૂર છે. તેમ અબતક સાથેની વાતચિતમાં ધર્મેશ વ્યાસે જણાવેલ હતુ.

ધર્મેશ વ્યાસે ગુજરાતી ફિલ્મો-ટીવી સિરીયલો ને સફળ નાટકોમાં શ્રેષ્ઠ અભિનય કરીને દર્શકોના દિલ જીત્યા છે. ઘણી ગુજરાતી ફિલ્મોમાં હિરો તરીકે ધર્મેશ વ્યાસે સુંદર અભિનય કર્યો છે.

અનેક એવોર્ડ પણ તેમને મળ્યા છે. વિદેશોમાં તેમના નાટકોનો ચાહક વર્ગ મોટો છે. તેથી લગભગ દર વર્ષે એક ટુર વિદેશોમાં નાટ્ય શો માટે કરે છે.

કોરોના મહામારીને કારણે બધા સેકટરમાં મુશ્કેલી છે ને તે બધા ખૂલ્લી ગયા છે પણ તમામ ક્ષેત્રનાં કલાકારોના રોજી રોટી માટે આજે પણ અનલોક ભારતમાં કામ નથી તેમ જણાવીને ધર્મેશ વ્યાસે આ બાબતે સમાજનો દરેક વર્ગ સરકાર તાત્કાલીક યોગ્ય કરે એ જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.