વાહનો સહિત સ્કુલોની પણ બાળકો અંગેની જવાબદારી: પરિવહન વિભાગ

સ્કુલોના વાહનોમાં વિઘાર્થીઓને ઘેટા બકરાની જેમ પુરવામાં આવતા હોય છે. માટે હવે સરકાર તેની સામે કડક પગલા લેશે. ગુજરાત સરકારે નિર્ણય લીધો છે કે, દરેક સ્કુલ વાહનોની ઓટો રીક્ષા અને સ્કુલબસોની તપાસ કરવામાં આવશે. રાજય પરિવહન વિભાગ સ્કુલો પાસેથી તેની વિગત મેળવશે. માટે રીક્ષા ડ્રાઇવરો વાહન ચાલકોએ આપાતકાલિન સમયે બાળકોના માતા-પિતાના સંપર્કમાં રહેવા માટે તેના તમામ દસ્તાવેજો સ્કુલમાં જમા કરાવવાના રહેશે. સુરત,વડોદરા અને અમદાવાદ સહીતના શહેરોના સ્કુલ વાહનોના અકસ્માતોની ઘટનાઓ અવાર નવાર બનતા ગુજરાત સરકારે બાળકોની સુરક્ષા માટે સેફટી ઓડીટ કરવાનું જણાવ્યું છે. કારણ કે બિન પ્રમાણિક વાહનોમાં બાળકોને મોકલવાથી આ પ્રકારની ઘટનાઓ વધી રહી છે.

ઘણાં વાહનો મોટા અકસ્માતોનો શિકાર બને છે. જો સ્કુલો પ્રમાણિક વાહનોનો રેકોર્ડ ધરાવશે નહી તો તેની સામે કડક પગલા લેવામાં આવશે. પરિવહન વિભાગના સેકેટરી વિપુલ મિત્રાએ જણાવ્યું હતું કે જે વાહન ધારકો સુરક્ષાની તકેદારી નહી રાખે તો સરકાર સાંખી લેશે નહીં.આ ઉપરાંત વાહનોમાં સીએન્જી અને પીએન્જી કિટની વેલીડીટી પણ તપાસવામાંઆવશે. વાહનની ક્ષમતાથી વધુ બાળકો બેસાડનાર વાહનો સામે કડક નિર્ણયો લેવાશે.

જે અંગે આરટીઓ દ્વારા ઔપચારીક જાહેરાત કરવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે ખાનગી સ્કુલો વાહનોનો રેકોર્ડ રાખતા નથી. રાજય શિક્ષણ વિભાગના સહકારથી દરેક જીલ્લાઓમાં વાહનોના નિરીક્ષણ થશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.