સત્રના પ્રથમ દિને નિકળેલી શોભાયાત્રામાં વૈષ્ણવો ઉમટ્યા: ૨૯મીએ સમાપન પ્રસંગે લોટી ઉત્સવ અને વધાઇ કિર્તનનું આયોજન
રાજકોટ ભાટીયા વિઘાર્થી ભવન ખાતે જે.પી. પરીવાર દ્વારા પંચદિવસીય શ્રી યમુનાજી અષ્ટવદી વિષય પર સૌ પ્રથમવાર સત્સંગ સત્ર આયોજીત થવા જઇ રહ્યું છે. ત્યારે તા. ર૪-૬ ને રવિવારે આ સત્સંગ સત્રનો પ્રારંભ થયો હતો અને મુખ્ય પ્રવેશ દ્વાર પાસેથી શ્રી યમુનાજીના સામૈયા શોભાયાત્રા થઇ કથા મંડપ પર પધાર્યા હતા. આ પ્રસંગે શ્રી ગોવિંદરાયજી મહારાજશ્રીના વરદ કરકમલો દ્વારા દિપ પ્રાગટય કરવામાં આવ્યું હતું. આ પ્રસંગનું ખુબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ભુપેન્દ્ર છાંટબારે જણાવ્યું હતું કે રાજકોટ શહેર જેમ રંગીલું શહેર કહેવાય છે તે જ પ્રકારે આઘ્યાત્મીક વિષયમાં પણ રાજકોટ નાના મોટા આઘ્યાત્મીક કાર્યક્રમો, સત્સંગો, ભકિતસંગીત સંઘ્યાઓ આ બધા વિષયોને સાથે રાખી અને એક આઘ્યાત્મીક શહેર તરીકે પોતાની ઓળખ રાખી ગૌરવ ધરાવે છે. અહીંયા આઘ્યાત્મીક દ્રષ્ટિકોણથી કાર્યક્રમનું આયોજન અલગ અલગ મનોરથીઓ દ્વારા મંદીરો દ્વારા અને આચાર્યગૃહો દ્વારા આયોજીત થતાં હોય છે.
જયારે પુષ્ટિસંપ્રદાયની અને હવેલી સંપ્રદાયની વાત કરીએ ત્યારે રાજકોટ એક એવું શહેર છે જેમાં અનેક વલ્લભાચાર્યો બિરાજે છે પુષ્ટિમાર્ગીય સંપ્રદાયની અનેક હવેલીઓ રાજકોટમાં આવેલી છે જેના કારણે પુષ્ટિસંપ્રદાયના અનેક કાર્યક્રમો અહી આયોજીત થતા હોય છે. એવી જ શ્રેણીમાં જે.પી. પારેખ જુની પેઢીના મહાજન ભગવદીય એવા જેન્તીભાઇ પારેખ અને તેમના સુપુત્ર પ્રવીણભાઇ પારેખની સ્મૃતિમાં પારેખ પરિવાર દ્વારા પંચ દિવસીય શ્રીયમુનાજી અષ્ટપદી, પુષ્ટિ સંપ્રદાયના પુષ્ટમાર્ગની ભકિત પ્રણાલીમાં સેવા પ્રણાલીમાં જે આચાર્યવરે રાજભોગ અને શણગાર દ્વારા એક અનુઠો માર્ગ પ્રશસ્ત કર્યો છે.
તેવા વિઠ્ઠલનાથ ગુસાઇજી, શ્રી યમુનાજી અષ્ટપદી વિષય પર સર્વપ્રથમવાર વિવેચના એટલે કે સત્સંગ સત્ર આયોતી થવા જઇ રહ્યું છે અને આ સત્સંગ સત્ર એક એવા વિદ્વાન વકતા શાસ્ત્રીજીના મુખે કે જે ગ્વાલિયરના સતીષકુમારજી શર્મા અનેકવિદ્વ સત્સંગ સત્રો દ્વારા રાજકોટ જેમનો પરિચય ધરાવે છે. અનેક સત્સંગ સત્રો દ્વારા તેમને રાજકોટના વૈષ્ણવોને રસમાધુર્ય પીરસ્યું છે.
તેવા ગ્વાલિયરના પરમ વિદ્વ શાસ્ત્રી સતીષકુમારજી શર્માના સ્વમુખે જે એક અચ્ચીકોટીના સંગીતગ્ય પણ છે. વિષય વસ્તુ અને સાથે સાથે મધુર શ્રેણી પ્રસ્તુત થતી હોય ત્યારે વિષયવસ્તુનો એક આનંદ પ્રસ્તુત થતો હોય છે. એવો સુંદર મજાનો કાર્યક્રમ યમુનાજી અષ્ટપદી સત્સંગ સત્ર પંચદિવસીય અમારા જે.પી. પારેખ પરિવાર દ્વારા પ્રારંભ થવા જઇ રહ્યો છે. તા.ર૪ થી ર૮ પાંચ દિવસ આ ભાટીયા વિઘાર્થીભવન ખાતે આ કાર્યક્રમનું આયોજન થવા જઇ રહ્યું છે. પાંચ દિવસમાં રોજે રોજ સત્સંગમાં યમુનાજીના ચરિત્રનું તો ગાન થવાનું જ છે. પણ સાથે સાથે શ્રીયમુના મહારાણી ચતુર્થ પટલાણી તરીકે સંપ્રદાયમાં ઓળખાય છે. ત્યારે શ્રી યમુનાજીના વિવિધ મનોરથો પણ ખાટમુઠ દર્શન કરાવે તે પ્રકારના અહીયા મંડપ પંડાલમાં આયોજીત કરવામાં આવ્યા છે અને સમુચિત અમારી જે શોભા મંડલ છે તે રાજકોટમાં સુશોભનનું કાર્ય કરી રહી છે. તેવી મંદીર મંડલની વ્યવસ્થા દ્વારા ઠાકોરજીના નિત્યનુતન મનોરથનું પણ પંચદિવસીય આયોજન થવાનું છે.
રાત્રી કિર્તન અને વિવિધ પ્રકારના કાર્યક્રમનું પણ અહીં આયોજન થવાનું છે. સાથે સાથે ર૯ તારીખે પાંચ દિવસનો આ સત્સંગ સત્ર અને છઠ્ઠા દિવસે જેન્તીભાઇ પારેખ અને પ્રવીણભાઇ પારેખ અમારા સંપ્રદાયમાં એક માલા પેરામણીનો ઉપક્રમ જીવની પખવાડીયે એક સુંદર મજાનો મનોરથ કરીને તેમાં દૌલોક ગમનને વધાવવાનો કાર્યક્રમ ર૯ તારીખે રાત્રીના આ જ સભાખંડમાં થવાનો છે. રાજકોટ શહેરની સમસ્ત વૈષ્ણવ સૃષ્ટિ જે ભાવુકો શ્રી કૃષ્ણને ભજે છે તેવા લોકોના આ પ્રસંગનો પાંચે પાંચ દિવસ લાભ લેવા માટે પારેખ પરિવાર વતી અને આયોજન સમીતી વતી હું સૌને આમંત્રણ આપું છું સત્સંગ સત્રની વાત કરીએ છીએ ત્યારે આ પુષ્ટિ સમુદાય છે અને રાજકોટ એક એવું નગર છે
જયાં અનેક વલ્લભકુલ આચાર્ય બિરાજમાન છે તો તેમની ઉ૫સ્થિતિ તેમનું સાનિઘ્ય, તેમના આશીર્વાદ, તેમના વચનામૃત વગર આ કાર્યક્રમ કેવી રીતે સંભવ બની શકે. એટલે જ માનવંતા પરિવાર દ્વારા આજના આ કાર્યક્રમમાં વરીષ્ઠ આચાર્ય શ્રી ગોવિંદાજી મહારાજશ્રીને વિનંતી કરી વરાવવામાં આવી રહ્યા છે. અને દરરોજ સાંજે અલગ અલગ આચાર્ય, મહોદયશ્રી પધારી આપના વચનામૃતથી વૈષ્ણવોને ભાવુક કરશે. તો આ પાંચે-પાંચ દિવસના બહુયાની કાર્યક્રમમાં સૌ વૈષ્ણવો સાથે મળીને લાભ લઇએ એવી પારેખ પરિવારની વિનંતી સાથે આવો સૌ સાથે મળીને સત્સંગ માણીએ.