તાલીમ બાદ બાયબેક પોલીસી અનુસાર કામગીરી સોંપી મહિલાઓને રોજગારી પૂરી પાડવામાં આવશે.
મોરબી જીલ્લામાં મુખ્યમંત્રી ગ્રામોદય યોજના હેઠળ પારુલ ચામુંડા મહિલા મંડળ દ્વારા ૧૦ સખીમંડળના ૧૨૦ મહિલા સભ્યોનો તાલીમ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે.તાલીમ બાદ બાયબેક પોલીસી અનુસાર કામગીરી સોંપી તેઓને રોજગારી પૂરી પાડવામાં આવશે તાલીમ કાર્યક્રમમાં ગુજરાત લાઈવલીહુડ કંપની લિમિટેડના જિલ્લા મેનેજર હિમાંશુ દલસાણીયા અને ટ્રસ્ટના પ્રમુખ રંજનબેન ભાયાણી ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે હિમાંશુ દલસાણીયાએ જણાવ્યું હતું કે મોરબી જિલ્લાના અન્ય આઠ જેટલા ઔદ્યોગિક એકમો અને સંસ્થાઓએ મુખ્યમંત્રી ગ્રામોદય યોજના અંતર્ગત બેરોજગારીને અને ખાસ કરીને સખી મંડળની મહિલાઓને રોજગારી પૂરી પાડવાના ભગીરથ કાર્યક્રમ માટે સમજૂતી કરાર કરવા સંમતિ દર્શાવેલ છે. ટૂંક સમયમાં સમજૂતી કરાર કરી આ યોજનાને વેગવંતી બનાવવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગ્રામીણ પરિવારોના બેરોજગાર યુવાનો અને યુવતીઓ અને તેમાં પણ ખાસ કરીને ગ્રામીણ સખીમંડળના સભ્યોને તેમજ તેમના પરિવારના બેરોજગાર સભ્યો ને રોજગારી પૂરી પાડવા વિવિધ ઔદ્યોગિક એકમો સંસ્થાઓ તેમની સાથે સમજૂતી કરાર ના માધ્યમથી રોજગારી સાથે જોડવાના મહત્વકાંક્ષી હેતુને સિદ્ધ કરવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા મુખ્યમંત્રી ગ્રામોદય યોજના નો શુભારંભ કરવામાં આવ્યો છે આ યોજનાની અમલીકરણ એજન્સી તરીકેની લામગીરી ગુજરાત સરકારના પંચાયત ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ હેઠળની ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડને સોંપવામા આવી છે.