રાજકોટ જીલ્લાની ૧૦૧ જેટલી ગ્રાન્ટેડ સ્કેલોમાં આચાર્યોની ભરતી માટેનો કેમ્પ આજથી ત્રણ દિવસ દરમિયાન કરણસિંહજી હાઇસ્કુલ ખાતે યોજવામાં આવ્યો છે. જેમાં જીલ્લા શિક્ષણાધિકારી કચેરી, જીલ્લાના આચાર્ય સંઘ, સંચાલક મંડળ સૌની ટીમ દ્વારા આયોજન માટેનો પ્રયાસ હાથ ધરવામાં આવેલ છે ત્રણ દિવસ દરમિયાન પ્રત્યેક શાળા પૈકી ૧પ કેન્ડીકેટને બોલાવી તેમને ઇન્ટવ્યુ લેવામાં આવશે અને સિલેકશન થયા બાદ આજે જ તેમને નીમણુંક હુકમ આપવામાં આવશે. અબતક સાથેની વાતચીત દરમિયાન જીલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાઘ્યાયએ જણાવ્યું હતુું કે રાજકોટ શહેર અને જીલ્લામાં કાર્યરત ગ્રાન્ટેડ માઘ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક શાળાઓમાં ખાલી પડેલી આચાર્યની જગ્યા માટેનો ભરતીનો કેમ્પ યોજાયો છે. જેમાં જીલ્લા
શિક્ષણાધિકારી કચેરી, જીલ્લાના આચાર્ય સંઘ:, સંચાલક મંડળ સૌની ટીમ સાથે રાખી આ પ્રકારના આયોજન માટેનો પ્રયાસ કરેલછે. આ ભરતી પ્રક્રિયાઓ ત્રણ દિવસ ચાલશે રાજકોટ શહેર અને જીલ્લાની ૧૦૧ જેટલી માઘ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક શાળામાં આચાર્યની જગ્યા ખાલી પડેલ છે.
આ ખાલી જગ્યા ભરવા માટે રાજય સરકારની સ્ટેટ કમીટીની ભરણી પ્રક્રિયામાં ઓનલાઇન અરજી કરી હતી તે ઉમેદવારોને આજે સ્થળ પસંદગી માટે બોલાવવામાં આવ્યાં છે. આ જીલ્લામાં છ ટીમ ઇન્ટવ્યુ લે છે દરેક ટીમ છ ઇન્ટવ્યુ લે તેથી ર૭ ઇન્ટવ્યુ લેવાશે. ત્રણ દિવસ પ્રક્રિયાઓ ચાલશે વહીવટી પારદર્શતા આવે તેવા હેતુથી ઇન્ટવ્યુની નિમણુંક આજ સુધીમાં નોટીસ બોર્ડ પર પ્રસિઘ્ધ કરી સંસ્થાને ભલામણ પત્ર સાથે આપી દેવામાં આપી દેવામાં આવશે. જેથી ઉમેદવારની પસંદગી થાય અને નિમણુંકની પ્રક્રિયાઓ સરળ અને તેવા પ્રકારનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. વધુમાં જણાવ્યું હતું કે પ્રત્યેક શાળા માટે ૧પ કેન્ડીડેટને બોલાવવામાં આવ્યા. ૧પ પૈકી જે હાજર રહે તેમનું ઇન્ટવ્યુ લેવાશે જેમાં ૧ર૦૦ થી ૧પ૦૦ કેન્ડીડેટ ત્રણ દિવસ દરમિયાન બાય રજીસ્ટ્રાર બોલાવવામાં આવ્યાં છે. જે ઉમેદવાર હાજર રહેશે. તેમનું ઇન્ટવ્યુ યોજાશે. તેમાંથી સિલેકશન કરીને આજે જ તેમને નિમણુંક હુકમ આપી દેવામાં આવશે.