માંગરોળ વિસ્તારના જીવાદોરી સમાન તેમજ માંગરોળ પીવાના પાણી તેમજ આજુબાજુના વિસ્તારને મળતા પાણી ભરાઈ રેતુ તેવા ભાદ્રેચા ડેમમાં ૨૫ મીટરનું ગાબડુ પડેલ જે લાંબી પ્રક્રિયા બાદ આ ગાબડુ પુરવાનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. આ કામ શરૂ થતા આમ માંગરોળ તેમજ ખેડુતોમાં રાહતની લાગણી પ્રસરી જવા પામી છે.
આ ડેમના ગાબડા બુરવા લાંબાસમયથી કાગળ પ્રક્રિયા ચાલતી હતી જે વાત માંગરોળ પત્રકાર સંઘ અને નેચરલ ફાઉન્ડેશનના ધ્યાને આવતા આ ચોમાસાના પાણી સંગ્રહ થાય અને ઝડપી કામગીરી કરવા માંગરોળ જીએફસીસી ચેરમેન વેલજીભાઈ મસાણીને રજુઆત કરી સતત અધિકારીઓના સંપર્કમાં રહી ઝડપી કામગીરી કરવા કવાયત હાથધરી સતત એકબીજાના સંપર્કમાં રહી આ કામગીરી શરૂ કરાવેલ છે.